Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ઈમ્પૅક્ટ ફી મામલે કોંગ્રેસનો મોટો વાયદો:જો કોંગ્રેસની સરકાર આવશે તો ગેરકાયદે બાંધકામ મફતમાં નિયમિત કરી આપશું

ઈમ્પૅક્ટ ફી નો વટહુકમ પ્રજા વિરોધી છે. તેમજ કોંગ્રેસ સરકાર રૂપિયા લીધા વગર બાંધકામ મંજુર કરી આપશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ સહિતના રાજકીય પક્ષો લોકોને અનેક વાયદાઓ આપી રહ્યા છે. જેમાં ભાજપ સરકારે હાલમાં જ ગેરકાયદે બાંધકામને નિયમિત કરવામાં માટે જરૂરી ફી ભરવાની જાહેરાત કરી છે.તેમજ તેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેવા સમયે કોંગ્રેસે  ઇમ્પેક્ટ ફી મુદ્દે મોટો વાયદો કર્યો છે. તેમજ કહ્યું છે કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગેરકાયદે બાંધકામ મફતમાં નિયમિત કરી આપવામાં આવશે. તેમજ હાલ ઈમ્પૅક્ટ ફી નો વટહુકમ પ્રજા વિરોધી છે. તેમજ કોંગ્રેસ સરકાર રૂપિયા લીધા વગર બાંધકામ મંજુર કરી આપશે.

 

ઇમ્પેક્ટ ફીને લઇને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.હવે બિન અધિકૃત બાંધકામના માર્જીન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા.લોકોની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે સાથે જ વાઘાણીએ કહ્યું કે ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે

 

(11:43 pm IST)