Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

નાગાલેન્ડમાં અલગ ફ્રન્ટિયર નાગાલેન્ડ રાજ્યની માંગને મુખ્યમંત્રીએ ટેકો આપતાં ભાજપની હાલત ખુબ જ કફોડી

માગ નહીં સ્વીકારાય તો પોતે ચૂંટણીનો બહિષ્કાર કરશે અને રાજ્યમાં ચૂંટણી પણ નહીં થવા દે: 20 ધારાસભ્યોએ ધમકી આપી

નાગાલેન્ડમાં અલગ ફ્રન્ટિયર નાગાલેન્ડ રાજ્યની માંગને મુખ્યમંત્રી નેઈફુ રીયોએ ટેકો આપતાં ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ આ માગની વિરૂધ્ધ છે જ્યારે તેમના ટેકાથી સરકાર ચલાવતા રીયોએ અલગ રાજ્યની માગમાં કશું ખોટું નથી એવું જાહેરમાં કહી દીધું છે.

નાગાલેન્ડમાં આવતા વરસે માર્ચ મહિનામાં ચૂંટણી થવાની છે. એ પહેલાં જ ફ્રન્ટિયર નાગાલેન્ડની માગ કરીને 20 ધારાસભ્યોએ ધમકી આપી છે કે, આ માગ નહીં સ્વીકારાય તો પોતે ચૂંટણીનો બહિષ્કાર કરશે અને રાજ્યમાં ચૂંટણી પણ નહીં થવા દે. નાગાલેન્ડમાંથી અલગ રાજ્યની માગણી લાંબા સમયથી થઈ રહી છે. આ માગણી કરનારા નેતાઓનો દાવો છે કે, ચીન અને મ્યાનમારની સરહદે આવેલા નાગાલેન્ડના છ જિલ્લાઓની સદંતર અવગણના કરાઈ છે. આ વિસ્તારમાં કોઈ વિકાસ જ થયો નથી તેથી અલગ રાજ્ય બનાવીને તેનો વિકાસ કરવો જોઈએ.

  ભાજપની દલીલ છે કે, વિકાસ કરવા માટે અલગ રાજ્ય બનાવવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વનાં રાજ્યોના વિકાસ માટે પ્રયત્ન કરી જ રહી છે તેથી બહુ જલદી આ વિસ્તાર પછાતપણામાંથી બહાર આવી જશે.

 

(11:48 pm IST)