Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

યુકેના પીએમ પદની રેસમાંથી બોરિસ જોન્સન ખસી ગયાઃ ઋષિ સુનક વિજયના દ્વારે

બોરિસ જોન્સને બ્રિટનના આગામી પીએમ બનવાનો ઇનકાર કર્યો

લંડન, તા.૨૪: બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પીએમ પદની રેસમાંથી પોતાને દૂર કરી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે તેમણે પોતે જાહેરાત કરી હતી કે તેમણે બ્રિટનના આગામી પીએમ બનવાનો ઇનકાર કર્યો છે. તે જ સમયે, ભારતીય મૂળના ઋષિ સુનક આ પદ માટે જીતની વધુ નજીક આવી ગયા છે. વાસ્તવમાં, બોરિસ જહોન્સને એક નિવેદન જારી કરીને કહ્યું કે આગામી તબક્કામાં આગેવાની લેવા માટે તેમની પાસે પૂરતા સાંસદોનું સમર્થન છે, પરંતુ તેઓ ભૂતપૂર્વ નાણાપ્રધાન ઋષિ સુનક કરતાં ઓછા છે.

તેમણે કહ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોની સાથે ચૂંટણીમાં હું સફળ થઈશ તેવી ઘણી સારી તક છે, પરંતુ આવું કરવું યોગ્ય રહેશે નહીં. છેલ્લા કેટલાક દિવસોમાં હું દુઃખદ રીતે એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે જયાં સુધી તમારી પાસે સંસદમાં એકીકૃત પક્ષ ન હોય ત્યાં સુધી તમે અસરકારક રીતે શાસન કરી શકતા નથી.

તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૨૮ સાંસદો સુનકને સમર્થન આપી રહ્યા છે, જે પીએમ બનવા માટેના ન્યૂનતમ ૧૦૦દ્ગક્ન આંકડો કરતા ઘણા વધારે છે. તે જ સમયે, બોરિસ જોન્સનને અત્યાર સુધી સમર્થન માટે ૧૦૦ સાંસદો મળ્યા નથી. દરમિયાન, બોરિસના નિવેદનથી ઋષિ સુનકની જીતનો માર્ગ વધુ સરળ બની ગયો છે.

નોંધપાત્ર વાત એ છે કે, થોડા સમય પહેલા સુનક જોન્સન સરકારમાં નાણા મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. બાદમાં સુનકે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને રાજીનામું આપી દીધું. જે બાદ અન્ય સાંસદો પણ ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં જોન્સને પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. લિઝ ટ્રસ નવા ભ્પ્ બન્યા. જો કે, તે લાંબા સમય સુધી સરકાર ચલાવી શકી ન હતી અને મિની બજેટમાં આર્થિક નિર્ણયોને કારણે વિવાદમાં આવી ગઈ હતી અને ૪૫ દિવસ પછી રાજીનામું આપવું પડ્યું હતું. હવે ફરી એકવાર નવા પીએમ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની પસંદગી કરવાની કવાયત તેજ થઈ ગઈ છે.

ઋષિના માતા-પિતા ભારતીય મૂળના હતા. તેમના પિતા યશવીરનો જન્મ અને ઉછેર કેન્યામાં થયો હતો જયારે તેમની માતા ઉષાનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો. રિશીના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંત (બ્રિટિશ ભારત)માં થયો હતો. બાદમાં તેઓ ૧૯૬૦ના દાયકામાં તેમના બાળકો સાથે બ્રિટનમાં સ્થળાંતરિત થયા. ઋષિનો જન્મ ૧૨ મે ૧૯૮૦ના રોજ યુકેના સાઉથેમ્પટનમાં થયો હતો. તેના પિતા ડોકટર હતા જયારે તેની માતા દવાખાનું ચલાવતી હતી. ઋષિ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે.

ભારતીય મૂળના ઋષિનો જન્મ યુકેના સાઉધમ્પ્ટનમાં થયો હતો. તેમણે યુકેની વિન્ચેસ્ટર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. આ પછી તેઓ ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા, જયાં તેમણે ફિલોસોફી અને અર્થશા સ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફુલબ્રાઈટ સ્કોલર હતા, જયાંથી તેમણે એમબીએ કર્યું હતું. ઋષિ સુનકે ગ્રેજયુએશન પછી ગોલ્ડમેન સઙ્ખકસ સાથે કામ કર્યું અને બાદમાં હેજ ફંડ ફર્મ્સમાં ભાગીદાર બન્યા. રાજકારણમાં પ્રવેશતા પહેલા ઋષિએ એક અબજ પાઉન્ડની વૈશ્વિક રોકાણ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની બ્રિટનમાં નાના બિઝનેસમાં રોકાણ કરવામાં મદદરૂપ હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ દરમિયાન તેઓ ઈન્ફોસિસના સહ-સ્થાપક અને પીઢ ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિને મળ્યા, જેમની સાથે તેમણે પાછળથી લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ કૃષ્ણા અને અનુષ્કા છે

(11:04 am IST)