Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ધનતેરસના દિવસે નવી કાર ખરીદીને ઘરે જઈ રહેલા ચાલકે પાંચ લોકોને કચડી નાખ્‍યા

સ્‍થાનિક લોકોએ કાર ચાલકને બેફામ માર માર્યોઃ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી

જહાનાબાદ,તા.૨૪: ધનતેરસ પર લોકો ભારે ખરીદી કરે છે. કાર, બાઇક ઉપરાંત લોકોએ ઘરેણાંઅને ઈલેક્‍ટ્રોનિક વસ્‍તુઓની જોરશોરથી ખરીદી કરી હતી. ઘણા લોકોએ શુભ મુહૂર્ત પણ જોયા. જે બાદ તે દુકાને પહોંચ્‍યા હતા. જો કે, ઘણા લોકો માટે આ ખરીદી શુભ સાબિત ન થઈ. આવો જ એક કિસ્‍સો જહાનાબાદથી સામે આવ્‍યો છે. જયાંએક પરિવારને ધનતેરસ પર કાર ખરીદવી મોંઘી પડી.
જહાનાબાદના અરવાલ મોર ખાતે ધનતેરસ પર એક પરિવારે કાર ખરીદી હતી. કાર ચાલક શુભ સમય જોઈને ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો. આ દરમિયાન ડ્રાઈવિંગ દરમિયાન કાર બેકાબૂ થઈ ગઈ હતી. કારે ત્‍યાંહાજર પાંચ લોકોને કચડી નાખ્‍યા હતા. આ ઘટનામાંપાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્‍થાનિક લોકોની મદદથી તમામને સદર હોસ્‍પિટલમાંદાખલ કરવામાંઆવ્‍યા હતા.
સ્‍થાનિકોએ જણાવ્‍યુંહતુંકે ડ્રાઈવર સંપૂર્ણપણે બિનઅનુભવી હતો. તેણે અચાનક એક્‍સિલરેટર જોરથી દબાવ્‍યું. જે બાદ કાર તેજ ગતિએ આગળ વધી હતી. ચાલકે દુકાનને શણગારી બેઠેલા લોકો પર કાર ચડાવી દીધી. જેમાંપાંચ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ સ્‍થાનિક લોકોએ કાર સવારને પકડી લીધો હતો અને કારની તોડફોડ કરી હતી. આટલુંજ નહીંરોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને માર માર્યો હતો. જો કે, બાદમાં પોલીસે સ્‍થળ પર પહોંચીને તેની ધરપકડ કરી હતી.
ટાઈગર મોબાઈલની પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને જણાવ્‍યુંકે કાર ચાલકે બેલેન્‍સ ગુમાવ્‍યું, જેના કારણે આ ઘટના બની. ડ્રાઈવરે બ્રેકને બદલે એક્‍સીલેટર દબાવ્‍યું. કાર અચાનક તેજ ગતિએ દોડી હતી. પોલીસે કાર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુંજાણવા મળ્‍યું છે. હાલ સમગ્ર ઘટના આસપાસના વિસ્‍તારમાંચર્ચાનો વિષય પણ બનેલી છે.

 

 

(11:13 am IST)