Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

હવે દવા લો અને કસરત કર્યા જેવું રિઝલ્ટ મેળવો

ટોકયો,તા. ૨૪: ટોકયો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના સંશોધકોએ કસરતની સ્નાયુઓ તથા હાડકાં  પર થતી અસર જેવી જ ઇફેકટ કરે એવી દવા શોધ્યાનો દાવો કર્યો છે. વિકસિત દેશોમાં આધુનિક જીવન હવે પહેલાં કરતાં વધુ સરળ અને આરામદાયી બન્યું છે. પહેલાં પરિવાર નિભાવવા માટે તનતોડ મહેનત કરવી પડતી હતી, પરંતુ હવેની જીવનશૈલીમાં પર્યાપ્ત કસરત ન મળવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે.

શારીરિક નિષ્ક્રિયતા એ સ્નાયુઓ અને હાડકાંની નબળાઈનું કારણ બનતાં અનેક બીમારીનું પ્રમાણ અગાઉની તુલનાએ ઘણું વધ્યું છે. આવામાં મગજના રોગોથી પીડિત અથવા પથારીવશ હોવા જેવી જીવલેણ પરિસ્થિતિઓને લીધે લોકો શારીરિક રીતે કસરત કરવા માટે સક્ષમ ન હોવાથી શારીરિક પ્રવૃત્ત્િ।ના અભાવે કાર્ડિયોવેસ્કયુલર રોગ, સ્ટ્રોક અને ડાયાબિટીઝ થવાનું જોખમ વધી જાય છે. આ તમામ બાબતો શારીરિક વ્યાયામના વિકલ્પની જરૂરિયાત પર ભાર મૂકે છે.

સંશોધકોએ નવા પ્રકારની ડ્રગ સ્ક્રીનિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને એક સંયોજનને ઓળખી કાઢ્યું જે સ્નાયુ અને હાડકામાં થતા ફેરફાર જેવી ઇફેકટ કરે છે.

આ સંયોજનને 'લોકેમિડાઝોલ'નામ આપવામાં આવ્યું છે. મેડિકલ જર્નલ નેચરમાં ઓગસ્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ આ સંયોજન હાડકાં બનાવતા ઓસ્ટિઓબ્લાસ્ટ્સ અને સ્નાયુ કોશિકાઓના વિકાસને ઉત્ત્।ેજિત કરવાની ક્ષમતા ધરાવે છે.

(12:52 pm IST)