Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી:ગુજરાત સહીત દેશમાં લોકો ફટાકડા ફોડી- દિવા પ્રગટાવી તહેવાર ઉજવ્યો

સમગ્ર દેશ રોશનીથી જગમગી ઉઠ્યો : દિવાળીના તહેવાર પર રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી

નવી દિલ્હી :દેશભરમાં દીપના તહેવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભર રોશનીથી જગમગી ઉઠ્યો છે. દિવાળીના તહેવાર પર રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને દિવાળીઓની શુભેચ્છા આપી અને લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિની કામના કરી છે. રાષ્ટ્રપતિ ભવને ટ્વીટ કર્યું- દરેક દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.પ્રકાશ અને ઉમંગના આ પવિત્ર તહેવાર પર, આપણે જ્ઞાન અને ઉર્જાના દીપકનું પ્રાગટ્ય કરી જરૂરીયાતમંદ લોકોના જીવનમાં પણ ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. ગુજરાત સહીત દેશમાં લોકો ફટાકડા ફોડી, દીવા પ્રગટાવી તહેવારની ઉજવણી કરી રહ્યાં છે

   પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમના આવાસ પર પહોંચીને દિવાળીની શુભેચ્છા આપી. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને બંનેએ એકબીજાને દિવાળીના પર્વની શુભેચ્છા આપી હતી. સાથે તેમણે સંપૂર્ણ માનવતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા આવતીકાલની ઇચ્છા વ્યક્ત કરી. ઉપરાષ્ટ્રપતિ સચિવાયલે અહીં સ્થિત ઉપરાષ્ટ્રપતિ નિવાસમાં બંનેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરી છે

  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દિવાળીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી અને તેમના જીવનમાં ખુશી, સ્વાસ્થ્ય અને શાંતિની કામના કરી. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ધનખડના હવાલાથી ટ્વીટ કર્યું, 'દીવાપલીની હાર્દિક શુભકામનાઓ.' ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- દીપ્તિમાન પ્રકાશનું આ પર્વ, આપણા જીવનમાં જ્ઞાન, શુભતા અને સમૃદ્ધિ લાવે. જગમગતા દીવાઓની આભા આપણા દેશને આશા, સુખ, આરોગ્ય અને સંવાદિતાથી પ્રકાશિત કરે.

 

(10:36 pm IST)