Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

હોસ્પિટલોમાં દવાઓ અને ઓક્સિજન વધારો :ઓમિક્રોનનો ખતરો વધ્યો : પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક: સમીક્ષા કરી

પીએમએ ઓમિક્રોનની સ્થિતિને લઈને અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યા:બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સહિતના બીજા ઘણા વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં : બેઠકમાં કોરોના ગાઈડલાઈન અને કડક નિયમો લાગુ અને ક્રિસમસ અને ન્યૂ ઈયરની ઉજવણી અંગે પણ ચર્ચા

 

નવી દિલ્હી : દેશમાં ઓમિક્રોનનો ખતરો વધતા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. ગુરુવારે વારાણસીથી પાછા આવીને પ્રધાનમંત્રી મોદીએ ઓમિક્રોનને લઈને મોટી બેઠક કરી હતી તથા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાઈ લેવલની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ઓમિક્રોનની સ્થિતિને લઈને અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યા. બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સહિતના બીજા ઘણા વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. 

સાંજના લગભગ 7 વાગ્યે શરુ થયેલી બેઠક એક કલાક સુધી ચાલી હતી તેમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવા તથા દેશભરમાં વેક્સિનેશન વધારવા સંબંધિત નિર્દેશ આપ્યો હતો.

પીએમ મોદીએ અધિકારીઓને એવા જિલ્લાની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો કે જ્યાં હજુ સુધી વેક્સિનેશનમાં કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ રાજ્ય સાથે વેક્સિનેશન સંબંધિત સમસ્યાઓ અંગે વાતચીત કરે અને વધારેમાં વધારે લોકોનું વેક્સિનેટેડ કરવામાં મદદ કરે.

બેઠકમાં કોરોના ગાઈડલાઈન અને કડક નિયમો લાગુ પાડવાની દિશામાં પણ ચર્ચા થઈ. ક્રિસમસ અને ન્યૂ ઈયરની ઉજવણી અંગે પણ ચર્ચા થઈ. આની ઉપરાંત વેક્સિનેશનની ઝડપ વધારવા પર ખાસ ભાર મૂકવાની તથા બૂસ્ટર ડોઝની જરુર પણ ચર્ચા થઈ હતી. 

(10:03 pm IST)