Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વર્ષ -2022 વિનાશ વેરશે : વિશ્વમાં જળસંકટ ઘેરું બનશે : નવા જીવલેણ વાયરસની શોધ થશે : ભારતમાં 50 ડિગ્રીએ પહોંચશે

ગેઝેટ્સનો ઉપયોગ વધતા લોકોની માનસિક સ્થિતિ બગડશે : સાઇબેરિયા વિસ્તારમાં બરફ પીગળવા લાગશે: વિશ્વમાં ભૂકંપ અને સુનામીનું જોખમ વધશે:હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ મોટી સુનામી આવશે:ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત સહિતના વિશ્વના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેશે: અંધ વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગા ફકીર બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી

નવા વર્ષ 2022ને લઈને પ્રખ્યાત ભવિષ્યવેત્તાની ભવિષ્યવાણીઓ પણ સામે આવવા લાગી છે. બલ્ગેરિયામાં રહેતા અંધ વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગા ફકીર બાબા વેંગા આવા જ એક પ્રખ્યાત ભવિષ્યવેત્તા છે. એવું કહેવાય છે કે આંખો ન હોવા છતાં તેઓ આવનારા ભવિષ્યને સ્પષ્ટપણે અનુભવી શકતા હતા. એવું માનવામાં આવે છે કે તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે.તેમણે વર્ષ 2022 માટે આગાહી કરી છે.

વેંગા બાબાના જણાવ્યા મુજબ વર્ષ 2022માં વિશ્વમાં જળ સંકટ વધુ ઘેરું થવા જઈ રહ્યું છે. ઘણા શહેરોમાં પીવાના પાણીની અછત સર્જાશે. નદીઓનું પાણી પ્રદૂષિત થશે અને તળાવો સંકોચાઈ જશે. પાણીના અભાવે લોકોને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડશે.

 આગાહી મુજબ આ વર્ષે લોકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર પર વધુ સમય વિતાવશે. તેમની આ આદત ધીમે-ધીમે લત બની જશે, જેના કારણે લોકોની માનસિક સ્થિતિ બગડશે અને તેઓ માનસિક રીતે બીમાર થઈ જશે.

વિશ્વમાં વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આ વર્ષ આપત્તિજનક સાબિત થશે. વોર્મિંગના કારણે રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં બરફ પીગળવા લાગશે, જેના કારણે વૈજ્ઞાનિકોની ટીમ એક જીવલેણ વાયરસની શોધ કરશે. આ વાયરસ ખૂબ જ સંક્રમિત હશે અને ઝડપથી ફેલાશે. આ સંક્રમણનો સામનો કરવામાં દુનિયાની તમામ વ્યવસ્થા નિષ્ફળ જશે.

ગ્લોબલ વોર્મિંગની અસર ભારતને પણ થશે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. તાપમાનમાં વધારાને કારણે તીડનો જન્મદર વધશે અને તે કરોડોની સંખ્યામાં લીલાછમ ખેતરો પર હુમલા કરી તેને નષ્ટ કરી દેશે. તેનાથી દેશમાં દુકાળની સ્થિતિ સર્જાશે.

વેંગા બાબા મુજબ વર્ષ 2022માં વિશ્વમાં ભૂકંપ અને સુનામીનું જોખમ વધશે. હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ મોટી સુનામી આવશે, જે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત સહિતના વિશ્વના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેશે. આ સુનામીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવવો પડશે.

વેંગા બાબાનું નિધન વર્ષ 1996માં થયું હતું. તેમની આગાહીઓ ક્યાંય લખેલી નથી. તેમ છતાં એવું કહેવાય છે કે તેમણે આ ભવિષ્યવાણીઓ તેમના અનુયાયીઓને મૌખિક રીતે પહોંચાડી હતી. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે અને ઘણી ખોટી પણ સાબિત થઈ છે. હવે વર્ષ 2022 વિશે તેમનું આકલન કેટલું સચોટ છે તે તો સમય જ કહેશે.

(12:00 am IST)