Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

લુધિયાણા બ્લાસ્ટઃ પીડિતોને મળ્યા સિદ્ધુ, કહ્યું- બંગાળની જેમ પંજાબમાં પણ ચૂંટણી પહેલા અશાંતિ

નકારાત્મક રાજનીતિની આ પરાકાષ્ઠા છે મતોના ધ્રુવીકરણ માટે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે: માનવ બોમ્બની થીયરી તરફ પોલીસ તપાસ કરી રહી છે

પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ લુધિયાણામાં પોલીસ કમિશનરની ઓફિસ નજીક જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટને રાજકીય એજન્ડા ગણાવ્યો છે.  તેમણે કહ્યું કે લોકોમાં ભય ફેલાયો છે. સિદ્ધુએ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બ્લાસ્ટ પીડિતોને મળ્યા બાદ કહ્યું, "તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજકીય એજન્ડાના નામે ભય ફેલાવવામાં આવી રહ્યો છે. આ નકારાત્મક રાજનીતિની પરાકાષ્ઠા છે. મતોના ધ્રુવીકરણ માટે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે."

વિસ્ફોટના પીડિતોને મળ્યા બાદ સિદ્ધુએ કહ્યું, "જો લગભગ ૪ વર્ષ સુધી બધું બરાબર રહ્યું તો પછી વિધાનસભા ચૂંટણીના ૧-૨ મહિના પહેલા જ આવી ઘટનાઓ સતત કેમ બને છે ? પશ્ચિમ બંગાળમાં પણ આવું જ થયું હતું. હું આવી હલકી, ઘટિયા રાજનીતિની નિંદા કરું છું. જેઓ અમને વિભાજિત કરવા માંગે છે તેમને અમે જડબાતોડ  જવાબ આપીશું."

લુધિયાણાના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલ્લરનું કહેવું છે કે લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ગુરુવારે લગભગ ૧૨.૨૫ વાગ્યે વિસ્ફોટ માનવ બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે.  ભુલ્લરે કહ્યું, "જો કે પુષ્ટિ થઈ નથી, જે વ્યક્તિનું શરીર અંદર છે તેની ઓળખ હજુ સુધી મળી શકી નથી, તે કાં તો બોમ્બ લઈને આવ્યો હતો અથવા બોમ્બની ખૂબ નજીક હતો, અમે તપાસ કરી રહ્યા છીએ."  પોલીસે લાશ ઉપાડી નથી.  સીપીએ કહ્યું કે આ મરનાર વ્યક્તિ  વિસ્ફોટનો મુખ્ય શંકાસ્પદ છે

(10:51 pm IST)