Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમેરિકામાં કોરોના બેકાબૂ :એક જ દિવસમાં નવા 2,43,619 કેસ નોંધાયા : જાન્યુઆરી બાદ દૈનિક કેસમાં સૌથી મોટો ઉછાળો

યુએસમાં ફાઇઝરની કોવિડ પિલ્સ પેક્સલોવિડને મંજૂરી : યુએસમાં ડેલ્ટા વેરિઅન્ટની સાથે ઓમિક્રોનનાં કેસમાં સતત વધારાથી ચિંતા

યુએસમાં ડેલ્ટા વેરિઅન્ટની સાથે ઓમિક્રોનનાં કેસમાં સતત વધારાથી ચિંતા વધી છે, અમેરિકામાં કોરોના બેકાબૂ થયો છે.એક જ દિવસમાં નવા 2,43,619 કેસ નોંધાયા છે. જે જાન્યુઆરી પછી એક જ દિવસનો મોટામાં મોટો વધારો દર્શાવે છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. 1634 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. યુએસમાં ડેલ્ટા વેરિઅન્ટની સાથે ઓમિક્રોનનાં કેસ સતત વધી રહ્યા છે. કુલ 5.25 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. 8.33 લાખથી વધુ દર્દીઓનાં મોત થયાં છે. અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફાઈઝરની કોવિડ પિલ્સ પેક્સલોવિડને મંજૂરી અપાઈ છે. 12 વર્ષથી મોટી ઉંમરનાં હાઈ રિક્સ દર્દીને તે આપી શકાશે

(12:00 am IST)