Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

DRDOને મોટી સફળતા :હાઈ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ ‘અભ્યાસ’નું કર્યું સફળતાપૂર્વક પરીક્ષણ

ડીઆરડીઓએ બુધવારે ઓડિશાના કિનારા પાસે સપાટીથી સપાટી પર માર કરવા માટે સક્ષમ સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળ પરીક્ષણ કર્યું હતું.

નવી દિલ્હી :ડીઆરડીઓએ ગુરુવારે ઓડિશાના ચાંદીપુર કિનારાથી દુર સંકલિત ટેસ્ટ રેન્જમાંથી સ્વદેશી રીતે વિકસિત હાઇ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસનું સફળતાપૂર્વક ઉડાન – પરીક્ષણ કર્યું. ઉડાન પરીક્ષણ દરમિયાન ઉચ્ચ સહનશક્તિ સાથે ખૂબ જ ઓછી ઉંચાઈ પર એક ઉચ્ચ સબસોનિક ગતિ માર્ગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  ડીઆરડીઓએ બુધવારે કિનારા પાસે સપાટીથી સપાટી પર માર કરવા માટે સક્ષમ સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આ માહિતી આપી હતી. ડીઆરડીઓએ કહ્યું કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત બેલેસ્ટિક મિસાઇલનું સતત બે દિવસ સુધી પ્રથમ વખત સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવેલી આ મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂરા કર્યા.

DRDOએ કહ્યું કે આજે હથિયારની ચોકસાઈ અને મારક ક્ષમતાને સાબિત કરવા માટે ભારે ‘પેલોડ’ અને વિવિધ રેન્જ માટે ‘પ્રલય’ મિસાઈલનું પરીક્ષણ  કરવામાં આવ્યું હતું. ભારતે બુધવારે બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે બીજા ટેસ્ટની તમામ રેન્જ સેન્સર અને ઈક્વિપમેન્ટ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જેમાં ટેલીમેટ્રી, રડાર તથા પુર્વી તટ પર તૈનાત ઇલેક્ટ્રો-ઓપ્ટિક ટ્રેકિંગ સિસ્ટમ અને પ્રભાવ બિંદુની નજીક ડાઉન રેન્જ જહાજ સામેલ છે.

‘પ્રલય’ 150 થી 500 કિલોમીટરની મારક ક્ષમતા સાથે, ઘન પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અન્ય નવી ટેકનોલોજીથી સજ્જ છે. મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ અત્યાધુનિક નેવિગેશન અને ઈલેક્ટ્રોનિક સાધનો પણ લાગેલા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સપાટીથી સપાટી પર પ્રહાર કરવા માટે સક્ષમ સ્વદેશી બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રલય’ નું સફળ પરીક્ષણ કરવા માટે DRDO ને અભિનંદન પાઠવ્યા હતા. આ તરફ ડીઆરડીઓના અધ્યક્ષ જી સતીશ રેડ્ડીએ પણ તેમની ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે દેશે સંરક્ષણ સંશોધનમાં વિકાસ માટે તેની ક્ષમતા સાબિત કરી છે.

(12:26 am IST)