Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં વરસાદ વિલન બની શકે

26મીએ વરસાદની સંભાવના 80 ટકા,27મીએ 85 ટકા જયારે 28 મીએ હવામાન ચોખ્ખુ રહેશે :29 મીએ વરસાદની 55 ટકા જયારે પાંચમા દિવસે વરસાદની શક્યતા નહીંવત

મુંબઈ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે. જોકે ક્રિકેટ ચાહકો માટે નિરાશ કરનારી ખબર એ છે કે, આ ટેસ્ટ મેચમાં વરસાદ વિલન બની શકે છે.મેચ માટે સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી નથી મળવાની અને હવે ટેસ્ટ મેચમાં વરસાદનુ વિઘ્ન નડે તેવી શક્યતાઓથી ચાહકો નિરાશ થશે

   હવામાનની આગાહી કરતી વેબસાઈટના કહેવા પ્રમાણે આગામી કેટલાક દિવસ સુધી સેન્ચુરિયનમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે.પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરુ થવાની છે ત્યારે ટેસ્ટ મેચના પહેલા ત્રણ દિવસ દરમિયાન આકાશ વાદળોથી છવાયેલુ રહેશે અને પહેલા બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.26 ડિસેમ્બરે વરસાદની સંભાવના 80 ટકા જેટલી છે અને 27 ડિસેમ્બરે 85 ટકા શક્યતા છે.28 ડિસેમ્બરે હવામાન ચોખ્ખુ રહેશે.જ્યારે 29 ડિસેમ્બરે વરસાદની 55 ટકા શક્યતા છે.પાંચમા દિવસે વરસાદની શક્યતા નહીંવત છે  

વરસાદી માહોલમાં સેન્ચુરિયનની પીચ ભારતીય ટીમ માટે એક નવો પડકાર બનશે.વિકેટ પર ઘાસ છે અને તેના પર બેટિંગ કરવી મુશ્કેલ હશે.જોકે બોલરો માટે આ સારા સંકેત છે તેવુ ટીમ ઈન્ડિયાના પ્લેયર શ્રેયર ઐયરે તાજેતરમાં એક વિડિયોમાં કહ્યુ હતુ.

(12:57 am IST)