Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

પુરાવાના અભાવે સિટ આર્યન ખાન સામેનો કેસ બંધ કરી શકે છે

ડ્રગ્સ કેસમાં સ્ટાર પુત્ર આર્યન ખાન માટે રાહતના સમાચાર : આગામી આદેશ સુધી ક્રૂઝ ડ્રગ્સ કેસ સંબંધિત કથિત ખંડણીના કેસની તપાસને રોકી દેવાની પોલીસની જાહેરાત

મુંબઈ, તા.૨૩ : બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસ હજી તપાસ કરી રહી છે. કેસમાં એવો દાવો થયો હતો કે, આર્યન ખાનને કેસમાંથી બચાવા માટે કથિત રીતે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની પાસે ૨૫ કરોડ રૂપિયા ખંડણી પેટે માગવામાં આવ્યા હતા. જે બાદ ખંડણીના કેસની તપાસ કરવા મુંબઈ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી હતી. જોકે, હવે કેસની તપસા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બંધ કરી શકે છે.

કથિત રીતે શાહરૂખની મેનેજર પૂજા દદલાનીએ ખંડણીની રકમની ચૂકવણી કરી હતી ત્યારે મામલે તેને નિવેદન નોંધાવા સમન પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે નિવેદન નોંધાવા હાજર રહી નહોતી. સિનિયર પોલીસકર્મીના કહેવા અનુસાર, પૂજા દદલાનીને બે વખત સમન પાઠવવામાં આવ્યું હતું પરંતુ તે એસઆઈટીસમક્ષ હાજર ના રહી. તો શું હવે પોલીસ કેસ બંધ કરી દેશે? અંગેનો જવાબ આપતાં સિનિયર આઈપીએસ ઓફિસરે જણાવ્યું કે, પૂજા દદલાની નિવેદન નોંધાવા હાજર નથી રહી ત્યારે કેસ બંધ કરવામાં આવી શકે છે.

સિનિયર પોલીસકર્મીએ કહ્યું, ખંડણી અંગેની ઓફિશિયલ ફરિયાદ નોંધાઈ નથી. અત્યાર સુધી કોઈ નિવેદન નોંધાવા માટે આગળ આવ્યું નથી. કેસ અંગે મુંબઈ પોલીસે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું, આગામી આદેશ સુધી ક્રૂઝ ડ્રગ્સ કેસ સંબંધિત કથિત ખંડણીના કેસની તપાસને રોકી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે કેસની તપાસ માટે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને લગભગ ૨૦ શખ્સોની પૂછપરછ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં ખંડણીના કોઈ પુરાવા મળ્યા નથી એટલે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરે મુંબથી ગોવા જઈ રહેલી એક ક્રૂઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હતા. કથિત રીતે અહીં રેવ પાર્ટી થઈ રહી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ક્રૂઝ પરથી શાહરૂખના દીકરા આર્યન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ સુધી લોકોની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ ઓક્ટોબરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કેસમાં આર્યન ખાન ૨૮ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયો હતો.

ઓક્ટોબર મહિનામાં છેતરપિંડીના કેસમાં પૂણે પોલીસે કિરણ ગોસાવી (જે ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષીઓ પૈકીનો એક છે)ની ધરપકડ કરી હતી. કિરણના પર્સનલ બોડીગાર્ડ પ્રભાકર સેલે સ્ઇછ માર્ગ પોલીસ સ્ટેશન સમક્ષ ફરિયાદ કરી હતી કે, કથિત રીતે તેણે ગોસાવી અને સેમ ડિસૂઝાને વાત કરતાં સાંભળ્યા હતા કે તેમણે આર્યન ખાનને છોડવા માટે ખંડણી માગી છે. કથિત રીતે ગોસાવી ખંડણી ઉઘરાવવા માટે શાહરૂખ ખાનનો સંપર્ક કરવા માગતો હતો. તેણે કથિત રીતે સેમ ડિસૂઝાની મદદથી લીધી હતી અને એક હોટેલ માલિકને મળ્યો હતો જેણે શાહરૂખની મેનેજર પૂજા દદલાની સાથે તેની વાત કરાવી હતી. સેમ ડિસૂઝાએ દાવો કર્યો હતો કે, ગોસાવી અને તેના સાગરિતોએ પૂજા દદલાની પાસેથી ૫૦ લાખ રૂપિયા લીધા હતા પરંતુ બાદમાં પરત કર્યા હતા. એસઆઈટીઆ કેસમાં કિરણ ગોસાવીનું નિવેદન પણ નોંધ્યું હતું.

(12:00 am IST)