Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ચોર પણ થઇ ગયો ઇમોશનલ ! ચોરી ગયેલો તમામ સામાન પરત આપી ચિઠ્ઠીમાં લખ્યુ- ખબર નહોતી કે આટલા ગરીબ છો તમે

લખનૌ,તા. ૨૪: ઉત્ત્।રપ્રદેશના બાંદામાં ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. આ પહેલા તો ચોરોએ વેલ્ડિંગની એક દુકાનથી હજારોનો સામાન ચોરી લીધો, પરંતુ બાદમાં પીડિતની મુશ્કેલી જાણીને ચોર પણ પિગળી ગયા પરંતુ તેઓ ઘણા ઇમોશનલ પણ થઇ ગયા.

ચોરોએ પીડિતનો તમામ સામાન પરત કર્યો અને તેમણે લખીને માફી માંગી. ઘટના પાછળ ખોટી માહિતીને જવાબદાર ગણાવી. ચોરોએ તેના માટે ચોરેલા સામાનને એક બોરી અને ડબ્બામાં પેક કર્યા અને તેના પર એક પેપરમાં માફીનામુ લખીને ચોંટાડી દીધું. આ ઘટના પોલીસની સાથો સાથ હવે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.

માહિતી અનુસાર, જિલ્લાના બિસંડા પોલીસના ચંદ્રાયલ ગામમાં રહેતા દિનેશ તિવારી આર્થિકરીતે ઘણા ગરીબ છે. તેમણે કેટલાક સમય પહેલા વ્યાજમાં ૪૦ હજાર રૂપિયા દેવુ લઇને વેલ્ડિંગનું નવુ કામ નાખ્યું હતું. રોજની જેમ ૨૦ ડિસેમ્બરની સવારે જયારે તેઓ પોતાની દુકાન ખોલવા પહોંચ્યા તો દુકાનનું તાળુ તુટેલું મળ્યું અને ઓજાર સહિત અન્ય સામાન ચોરી ગયા હતા. જયારબાદ તેમણે ઘટનાની જાણ બિસંડા પોલીસ સ્ટેશનમાં કરી. ઘટના પર અધિકારી ન મળતા કેસ દાખલ ન થઇ શકયો. ૨૨ ડિસેમ્બરના દિવસે તેના ગામના લોકોને જાણ થઇ કે તેનો સામાન ઘરથી થોડા દૂર એક ખાલી જગ્યાએ પડ્યો છે. ચોર દિનેશનો સામાન ગામની જ એક ખાલી જગ્યા પર ફેંકવામાં આવ્યો હતો.

પરત આપવામાં આવેલા સામાનની સાથે ચોરોએ એક ચિઠ્ઠી લખી, જેમાં લખ્યું કે, આ દિનેશ તિવારીનો સામાન છે. અમે બહારના માણસોથી તમારા વિશે માહિતી મળી. અમે માત્ર તે જાણીએ છીએ જેણે લોકેશન આપ્યું કે તેઓ કોઈ સામાન્ય માણસ નથી. પણ જયારે અમે માહિતી મળી તો અમને બહુ દુઃખ થયું. એટલા માટે અમે સામાન પરત આપીએ છીએ. ખોટા લોકેશનના કારણે અમારે ભૂલ થઇ. માફીનામાથી સ્પષ્ટ છે કે ચોર બહારના હતા અને વિસ્તારના લોકોને જાણતા ન હતા, પરંતુ ચોરોની મદદ કરનારો શખ્સ સ્થાનિક હતો અને તેને જાણી જોઈને ચોરોને ગરીબના ઘરનું એડ્રેસ આપ્યું.

દુકાનવાળાએ જણાવ્યું કે, જોકે ચોરી કોણે કરી? આ ન મને ખબર હતી અને ન સામાન મળ્યા બાદ જાણ છે. ભગવાને મારી રોજી રોટી બચાવી લીધી, હું તેમાં ખુશ છું. હું ગામના ચોકીદારના માધ્યમથી પોલીસ સ્ટેશનને માહિતી આપી છે કે ચોરાઇ ગયેલો સામાન મળી ગયો છે.

(9:58 am IST)