Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મધ્યપ્રદેશમાં રાત્રિ કર્ફયુ જાહેર

ભોપાલ,તા.૨૪: કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમાઇક્રોનનો પ્રસાર વધતા મધ્ય પ્રદેશ સરકારે સાવચેતીનાં પગલાં ભરતાં રાત્રિ કરફ્યુ જાહેર કર્યો હતો. આ કરફ્યૂ રાત્રે ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે. મધ્ય પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ નવા કેસ આવ્યા છે. રાજયના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સહુએ સાવચેત રહેવાની જરૂર છે અને કોવિડની ત્રીજી લહેર આવતા અટકાવવાની છે. ઓમાઇક્રોનના પ્રસારને અટકાવવા લોકોએ પણ સાવધ રહેવાની જરૂર છે. જરૂરી ન હોય તો બહાર ન નીકળવું. માસ્ક પહેરવું અને રસી લેવાની બાકી હોય તો લઇ લેવી એવી સૂચનાઓ પણ તેમણે આપી હતી. મેડિકલ એજયુકેશન મંત્રી વિશ્વાસ સારંગની હાજરીમાં અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે જયાં જયાં રસીનો બીજો ડોઝ આપવાનો બાકી છે ત્યાં બનતી ઝડપે રસીકરણ પૂરું કરવું જોઇએ.

(9:59 am IST)