Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કયારે આવશે કોરોનાની ત્રીજી લહેર? ઓમિક્રોન હશે કારણ? IIT –Kના સંશોધકોએ કરી ધારણા

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં તે ચરમસીમાએ પહોંચશે : IIT કાનપુરના સંશોધકોએ આંકડાઓના આધારે રિપોર્ટ તૈયાર કર્યો : ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે ઓમિક્રોન વેરિયન્ટ

હૈદરાબાદ, તા.૨૪: IIT કાનપુરના સંશોધકોની આગાહી અનુસાર કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરુ થઈ શકે છે અને શકય છે કે નવો ઓમિક્રોન વેરિયન્ટ આ લહેર માટેનું કારણ બને. ઓનલાઈન પ્રી-પ્રિન્ટ સર્વ MedRxivમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાની ત્રીજી લહેર વિષ અનુમાન લગાવવામા આવે તો દુનિયાભરમા અત્યારે જે બની રહ્યું છે તેને જોતાં આ રિપોર્ટમાં ધારણા કરવામાં આવે છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં શરુ થઈ શકે છે અને ફેબ્રુઆરીની શરુઆતમા તે ચરમસીમાએ પહોંચશે.

ભારતમા કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવા માટે સંશોધકોની ટીમે Gaussian Miture Model તરીકે ઓળખતા એક ટૂલનો ઉપયોગ કર્યો હતો. આ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવા માટે ભારતમાં આવેલી કોરોનાની પહેલી અને બીજી લહેરના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય દુનિયાના વિવિધ દેશોમાં ઓમિક્રોન વાયરસને કારણે વધતી કેસની સખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

સંશોધકોએ જણાવ્યુ કે, અભ્યાસ અનુસાર કોરોનાના કેસ ૭૩૫ દિવસ પછી ચરમસીમાએ પહોંચે છે. અમે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પ્રાથમિક અવલોકન કર્યુ હતું. જયારે ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેના ૭૩૫ દિવસ પછી કોરોનાની પ્રથમ લહેર આવી હતી. આ આંકડા અનુસાર જોવા જઈએ તો ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧ની આસપાસ કેસ વધવાની શરુઆત થઈ ગઈ હતી, અને ત્રીજી લહેર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે.

IIT કાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિકસ એન્ડ સ્ટેટેસ્ટિકસની આ ટીમમાં સબારા પ્રસાદ રાજેશભાઈ, સુભ્ર શંકર ધાર અને શલભ જોડાયા હતા. સશોધકોનુ કહેવું છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર પછી પ્રશ્ન થઈ રહ્યો હતો કે શુ ત્રીજી લહેર આવશે અને કયારે. તો આ પ્રશ્નનો ઉત્ત્।ર મેળવવા માટે અમારી ટીમે આંકડાશાસ્ત્રની પદ્ઘતિનો ઉપયોગ કરીને ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે.

(10:43 am IST)