Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ભારતીય વિમાનો અને એરપોર્ટમાં ભારતીય સંગીત વગાડવાની અપીલ

સંસ્કૃતિ અને સભ્યતાને પ્રોત્સાહન આપવા નવી પહેલ

નવી દિલ્હી તા. ૨૪ : ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનેઙ્ગપ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન માંરીજયોતિરાદિત્ય સિંધિયાની પાસે ઇન્ડિયન એરલાઈન્સનીઙ્ગદરેક ફલાઇટો અને દેશના એરપોર્ટ પર ભારતીય સંગીત વગાડવાનીઙ્ગઅપીલ કરી છે. આસીસીઆર અને સંગીતજ્ઞોએઙ્ગકેન્દ્ર સરકારનેઙ્ગઅપીલ કરી છે. તેનો તર્ક એ છે કે દેશની પરંપરાઓને પ્રોત્સાહન મળશે અને ભાવનાત્મક જોડાણ વધશે.ઙ્ગઆ સંદર્ભમાં, ICCR પ્રમુખ વિનય સહસ્ર્બુદ્ઘે અને અન્ય વતી કેન્દ્રીય મંત્રી સિંધિયાને એક પત્ર સોંપવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં અને એરપોર્ટ પર ભારતીય શા સ્ત્રીય સંગીત અથવા સુગમ સંગીત અથવા સંગીતનાં સાધનો વગાડવાથી લોકોનું તેમની સંસ્કૃતિ સાથે જોડાણ વધશે.

સહ સ્ત્રબુદ્ઘેએ કેન્દ્રીય મંત્રીને મળ્યા બાદ જણાવ્યું કે તેમણે આ સૂચન પર વિચાર કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે અમે અમારા સૂચનના રૂપમાં લોકોના મનની વાત તેમની સામે રાખી છે. આ બેઠકમાં માલિની અવસ્થી, વસીફુદ્દીન ડાગર, સંજીવ અભ્યંકર જેવા ગાયકો પણ હાજર હતા. એવું કહેવાય છે કે કેન્દ્રીય મંત્રીએ ભારતીય સંગીતને પ્રોત્સાહન આપવા માટે સાહિત્ય ઉત્સવ જેવા સંગીત સમારોહનું આયોજન કરવાનું સૂચન કર્યું છે.

ભારતીય ફલાઇટ્સ અને એરપોર્ટ પર ભારતીય સંગીત વગાડવા અંગે, ગાયક અને સંગીત નિર્દેશક કૌશલ ઇનામદારે કહ્યું કે આ વિચાર માત્ર સંગીતને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ ભારતીયતા વિશે પણ છે. અનુમલિક, જેમણે ફિલ્મો માટે સંગીત આપ્યું છે, તેણે પણ આ વિચારને આવકારતા કહ્યું કે, ભારતીય શા સ્ત્રીય સંગીત અથવા સુગમ સંગીત અથવા દેશની તમામ એરલાઇન ફલાઇટ્સ અને એરપોર્ટ પર સંગીતનાં સાધનો વગાડવાથી ભારતીય સંગીતને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

(10:33 am IST)