Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

શહેરનો એર કવોલિટી ઇન્ડેકસ ૨૫૯

દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક

સૌથી વધુ પ્રદૂષણ નવરંગપુરામાં નોંધાયુ : પીરાણાનો AQI થયો ૩૧૩ : ૩૦૨ AQI સાથે બોપલ ત્રીજા સ્થાને

અમદાવાદ તા. ૨૪ : દુનિયામાં આજે કોરોના મહામારી એક મોટો મુદ્દો છે. જેને જડ મૂળમાંથી ખતમ કરવા દુનિયાનાં મોટા મોટા વૈજ્ઞાનિકો સતત પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે જળવાયુ પ્રદૂષણ પણ દુનિયાની એક મોટી સમસ્યા છે, જેના પર આજે દુનિયાએ જાણે મોંઢુ ફેરવી દીધુ છે. આપણા દેશમાં દિલ્હી કે જે રાજધાની છે અહી હવાની ગુણવત્તા ઘણી ખરાબ થઇ ગઇ છે. દિલ્હીની જેમ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં પણ હવાની ગુણવત્ત્।ા બગડી ગઇ છે.

અમદાવાદ શહેરમાં હવા સતત બગડી રહી છે. શહેરમાં વધતુ પ્રદૂષણ ચિંતાજનક છે. શહેરનાં એર કવોલિટી ઇન્ડેકસ (AQI)ની વાત કરીએ તો તે ૨૫૯ છે. જે દર્શાવે છે કે શહેરની હવામાં કેટલુ પ્રદૂષણ છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયુ હતુ. શહેરનાં પીરાણાનો AQI ૩૧૩ જયારે બોપલનો AQI ૩૦૨ પર પહોંચ્યો હતો. શહેરમાં ઠંડીની સાથે સાથે પ્રદૂષણમાં પણ સતત વધારો લોકોનાં સેહતને સીધી અસર કરી શકે છે. વળી શહેરમાં વધી રહેલા વાહનોની સંખ્યા અને ફેકટરીનાં ફાટી નીકળેલો રાફડાને કારણે પ્રદૂષણનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાં ઉડતી ધૂળ અને ધૂમાડાનાં કારણે હવા બિન આરોગ્યપ્રદ બની ગઇ છે. એર કવોલિટી ઇન્ડેકસ (AQI)ની વેબસાઇટનાં આંકડા મુજબ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ જ વધી ગયુ છે. શહેરનો AQI ૨૫૯ છે જે આરોગ્ય માટે બિલકૂલ પણ સારો નથી. જયારે AQI નો આંક ૧૦૦ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જયારે ૫૦ની નીચે રહે તો તે ઉત્તમ ગણાય છે.

(10:34 am IST)