Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

તમારા પૈસા ચોરવા ઇમેઇલ દ્વારા ફેલાઈ રહ્યો છે વાયરસ

કેન્દ્ર સરકારની એજન્સીએ જાહેર કર્યું એલર્ટઃ ડિયાવોલ રેન્સમવેર વિન્ડોઝ કમ્પ્યુટરને બનાવી રહ્યું છે નિશાન

નવી દિલ્હી તા. ૨૪ : કેન્દ્ર સરકારે ડિયાવોલ રેન્સમવેર અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઇમેઇલ દ્વારા ફેલાય છે. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામા આવ્યું છે કે તે રેન્સમવેયર વિન્ડોઝ કમ્પ્યુટરોને નિશાન બનાવી રહ્યા છે. એક વાર પેલોડ ડિલીવર થયા બાદ તે કમ્પ્યુટરને લોક કરે છે અને તેના બદલે યૂઝર્સ પૈસા માંગે છે. એડવાઈઝરી મુજબ રેન્સમવેયરને માઈક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી/સી પ્લસ કંપાઇલરની સાથે કંપાઇલ કરવામાં આવ્યું છે.
તેમાં જણાવામાં આવ્યું છે કે તે અસીમેટ્રીક એન્ક્રિપ્શન એલ્ગોરિધમની સાથે યુઝર મોડ એંસીક્રોન્સ પ્રોસીઝર કોલનો ઉંપયોગ કરીને ફઈલોને એન્ક્રીપટ કરી રહ્યું છે. રેન્સમવેર એક પ્રકારનો મેલવેર છે. તે સિસ્ટમને સંપૂર્ણ રીતે અથવા તેની જરૂરી ફઈલોને લોક કરે છે. અને પૈસાને ટ્રાન્સફ્ર કરવા માટે બ્લેકમેઇલ કરે છે.અને તે પણ બીટકોઈન દ્વારા. જો યુઝર ખંડણી ના આપે તો ફઈલોને સામાન્ય રીતે નષ્ટ કરી દેવામાં આવે છે અને પીસી ખરાબ થઇ જાય છે.

 

(10:52 am IST)