Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ક્રિસમસના રંગમાં ઓમિક્રોનનું ગ્રહણ

અલગ-અલગ રાજ્યોમાં પ્રતિબંધોનો દોર ચાલુ : મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફયુ, મહારાષ્ટ્રમાં કડક ગાઇડલાઇન થશે જાહેર : કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને આપ્યા કડક આદેશ : કોવિડની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું

નવી દિલ્હી તા. ૨૪ : આજે વિશ્વમાં ક્રિસમસ માનવાની તૈયારી ચાલુ છે ત્યારે કોરોનાનાઙ્ગનવા વેરીએન્ટેઙ્ગતેનો રંગ ફીકો કરી દીધો છે. ધીમા પગલે પણ પ્રતિબંધો પણ શરૂ થઇઙ્ગચુકયા છે. મધ્યપ્રદેશમાં નાઈટકફર્યુનુંઙ્ગએલાન કરી દેવામા આવ્યું છે. બીજીબાજુ વધતા કેસમઙ્ગવચ્ચે રાજયોમાં પણ પ્રતીબન્ધોઙ્ગફરી શરૂ થવાના છી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે રાજયોની સાથે બેઠકમાં કહ્યું કે જો સંક્રમણનો દર ૧૦ ટકાથી વધુ અથવા ઓકિસજન બેડ પર ભરતી થવાના ૪૦ ટકા થી વધુ છે તો સ્થાનિક પ્રશાસન ત્યાં તાત્કાલિક ધોરણે રોકથામનાઙ્ગઉપાય લાગુ કરે. એવા મામલે રાત્રી કફર્યુ, ભીડભાડ ભરેલા આયોજનો પર રોક વગેરે સામેલ છે.ઙ્ગ ઙ્ગ

ભૂષણે રાજયોના સ્વાસ્થ્ય સાચવો તેમજ રાષ્ટિયઙ્ગસ્વાસ્થ્ય મિશનનાઙ્ગપ્રમુખોની સાથે ઓમીક્રોનથીઙ્ગનિપટવા માટે કરવામાં આવેલીઙ્ગતૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. તેઓએઙ્ગરાજયોને કહ્યું કલે તેઓઙ્ગકોરોના અંગે પહેલા થી લાગુ કરેલાઙ્ગઉપાયોને ચાલુ રાખે અનેઙ્ગનવા વેરિએન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને તેની તૈયારીઓને તેજ કરે. રાજયોને કહેવામાં આવ્યું છે કે ઓમીક્રોનનાઙ્ગમામલાને બેગણું કરવા અને નવા બની રહેલા કલસ્ટરોઙ્ગપર પણ નજર રાખવામાં આવે.ઙ્ગ ઙ્ગ

દેશમાં કોરોના વધતા કેસને જઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રાજયમાં રાત્રી કફર્યુઙ્ગલગાવાનીઙ્ગઘોષણા કરી છે. સાથેજઙ્ગરાજય લોકોને ક્રોનનીઙ્ગગાઇડલાઇન અનુસરવા જણાવ્યું છે. મુખ્યમંત્રીના આદેશ મુજબ, હવે રાતે ૧૧ થી સવારે ૫ વાગે સુધી નાઈટ કરફયૂ રહેશે.કોરોનાના વધતા કેસ અને ઓમિક્રોનના ખતરાને જોઇને અનેક રાજ્યોમાં પ્રતિબંધો લાગવાના શરૂ થયા છે. મહારાષ્ટ્ર સરકારે આજે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન લગ્ન સમારોહ, હોટલો અને રેસ્ટોરન્ટમાં ભીડથી બચવા માટે વિસ્તૃત આદેશ જાહેર કરશે. રાજ્યમાં કોરોનાએ એક વાર ફરી રંગ દેખાડવાનું શરૂ કર્યું છે.

ભૂષણે કહ્યું કે, રોકથામના ઉપરોકત ઉપાય ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે કરવામાં આવે. તેઓએ કહ્યું કે, તે કોઇ સ્થાન પર કોરોનાનું કલસ્ટર જોવા મળે છે તો તત્કાલ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવે. હાલના આદેશો હેઠળ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક ઉપાય નક્કી કરવામાં આવે.

કેન્દ્ર સરકારે રાજ્યોને એ પણ કહ્યું કે, તાત્કાલિક ધોરણે રસીના બંને ડોઝ લગાવામાં આવે. ભૂષણે કહ્યું કે બંને ડોઝ લેવાથી ઓમીક્રોન સહિત કોરોનાના દરેક વેરિએન્ટની ભયાવહતા ઓછી થાય છે અને હોસ્પિટલમાં ભરતી થવાનો દર ઓછો થાય છે.

(11:40 am IST)