Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મુઝફ્ફરપુર જીલ્લામાં દર મહિને સરેરાશ ૬૦ થી ૬૨ છોકરીઓનું અપહરણઃ ૨૩૦ના કોઇ સગડ નથી

લગ્ન અને પ્રેમ સંબંધમાં વધતા ગુનાથી મહિલા આયોગે એસએસપીને પત્ર લખ્યોઃ નવેમ્બર સુધીમાં ૬૭૩ કેસ નોંધાયાઃ પરિજનોના દરેક મોબાઇલ કોલ ચકાસવા આદેશ

મુઝફ્ફરપુર,તા. ૨૪: પ્રેમ પ્રકરણ અને લગ્ન માટે છોકરીઓના અપહરણના મામલાઓમાં પરિજનો પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા હોય છે પણ અડધીથી ઓછી છોકરીઓ જ મળે છે. મુઝફ્ફરપુરમાં આ વર્ષે સમગ્ર જીલ્લામાંથી ૫૮૨ છોકરીઓના અપહરણ થયા છે.
જેની ફરિયાદ પરિજનોએ નોંધાવી છે. મોટાભાગની છોકરીઓ પોતે જ કેટલાક મહિનાઓ બાદ લગ્ન કરી  પરત ફરે છે. જેમાંથી ૨૩૦ છોકરીઓના સગડ પોલીસને મળ્યા નથી. આ મામલે મહિલા આયોગે એસએસપીને પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવ્યા મુજબ આ મામલે ગંભીરતાથી કાર્યવાહીનો નિર્દેશ અપાયો છે. જેના કારણે એસએસપીએ તમામ સ્ટેશનના અધિકારીઓને સુચના આપવાની સાથે દરરોજ આઇઓ સાથે બેઠક કરી રિપોર્ટ આપવા પણ જણાવ્યુ છે.
આઇઓને પરિજનોનો સંપર્ક કરી દરેકે દરેક ફોન કોલની તપાસ કરવા જણાવાયુ છે. જીલ્લાના ગુનાના રેકોર્ડ મુજબ દરેક મહિને સરેરાશ ૬૦ થી ૬૨ અપહરણના કેસ નોંધાયા છે. નવેમ્બર સુધી ૬૭૩ અપહરણના ગુના પોલીસ સ્ટેશનને નોંધાઇ ચૂકયા છે.
 

(11:53 am IST)