Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમેરિકામાં કોરોનાનો વ્યાપ વધતા નાતાલની પૂર્વ સંધ્યાએ ૨૦૦થી વધુ ફ્લાઈટ કેન્સલ

અમેરિકામાં કોરોના કેસો બેફામ ઝડપે વધવા લાગતા યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એર લાઈન્સ વિમાની કંપનીઓએ આજે નાતાલની પૂર્વ સંધ્યાએ ૨૦૦ જેટલી ફ્લાઈટો રદ કરી છે. કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ આ વિમાની કંપનીઓના ફ્લાઇટ ક્રૂ અને અન્ય કર્મચારીઓને હડફેટે લઈ રહ્યો છે, ત્યારે શિકાગો સ્થિત યુનાઈટેડએ શુક્રવાર માટે આજે ૧૨૦ ફ્લાઈટ્સ રદ કરી હતી, જ્યારે એટલાન્ટા સ્થિત ડેલ્ટાએ જણાવ્યું હતું કે તેણે લગભગ ૯૦ ફ્લાઇટ્સ રદ કરી છે.

(2:40 pm IST)