Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓમીક્રોનના ખતરા વચ્ચે યુપીમાં નાઇટ કર્ફયુ : લગ્ન પ્રસંગમાં ૨૦૦ લોકોને જ મંજુરી

યોગી સરકાર ફરી એકશનમાં : આવતીકાલથી થશે લાગુ

લખનઉ તા. ૨૪ : ઉત્તરપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે કેટલાક મહત્વનાં નિર્ણયો લીધા છે. રાજયમાં ફરી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ઉત્ત્।રપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાત્રી કર્ફયુ ફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્ત્।રપ્રદેશમાં ઓમિક્રોનના કેસ વધે એ પહેલા જ આગોતરા પગલાંના ભાગરૂપે સરકારે પગલાં લીધા છે અને નાઈટ કફર્યૂ લગાવી દીધો છે જે રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થઈ સવારના ૫ વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત હવેથી યુપીમાં લગ્નોમાં માત્ર ૨૦૦ લોકોને જ પરવાનગી આપવામાં આવી છે જેથી વધારે મોટા મેળવડા અને જમાવડા ન થાય અને ઓમિક્રોનના ભાવિ ખતરા સામે રક્ષણ મેળવી શકાય.

 મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમ-૦૯ને આદેશો આપવામાં આવ્યા છે. કોવિડ સામે રક્ષણ મેળવવા માટે ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને વેકસીનેશનની નીતિના યોગ્ય અમલીકરણને કારણે રાજયમાં સ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં કરવામાં આવેલા ૦૧ લાખ ૯૧ હજાર ૪૨૮ સેમ્પલની તપાસમાં કુલ ૪૯ જ નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ છે.

આ  સમયગાળામાં, ૧૨ લોકોની સારવાર કરવામાં આવી હતી અને તેઓ કોરોના મુકત થયા હતા. આજે રાજયમાં કુલ સક્રિય કોવિડ કેસની સંખ્યા ૨૬૬ છે, જયારે ૧૬ લાખ ૮૭ હજાર ૬૫૭ દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે ૩૭ જિલ્લામાં એક પણ કોવિડ દર્દી બાકી નથી. દેશના વિવિધ રાજયોમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક કડક પગલા ભરવા જરૂરી છે.

(2:49 pm IST)