Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કેદીએ જેલના પ્રહરીનો અંગુઠો ચાવી નાખ્યોઃ કેદી એચઆઇવી પોઝીટીવ હોવાથી ખળભળાટ

જયપુર તા.ર૪ : ઝેલના બેરેકમાંથી બહાર નીકળવા માટે હંગામો કરી રહેલ એક કેદીએ જેલના મુખ્ય પ્રહરીનો અંગુઠો ચાવી નાખતા હડકંપ મચી ગયેલ, આરોપીની ૧૦ દિવસ પહેલા છેડતીના ગુનામાં જેલમાં પુરવામાં આવેલ. આ કેદી એચઆઇવી પોઝીટીવ હોવાનું ખબર પડતા ખળભળાટ મચી ગયેલ.

મુખ્યપ્રહરીને મેડીકલ તપાસ કરાવવાનો નિર્ણય લઇ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવેલ. જેલર મીણા અનુસાર સબ જેલમાંથી એક કેદી બહાર નીકળવાની જીદ કરી રહેલ. કેદીના શોરબકોર કરવાથી મુખ્ય પ્રહરી કેદાર બૈરવા તેને સમજાવવા જતા કેદીએ તેના ઉપર હુમલો કરી હાથનો અંગુઠોદાંતથી ચાવી ખાધો હતો.

(2:50 pm IST)