Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

લવ મેરેજની સજા! યુવતીના પરિવારે યુવકને માર્યો ઢોર મારઃ કાપી નાખ્યું પ્રાઇવેટ પાર્ટ

યુવક અને યુવતીએ પરિવારની મરજી વિરૂધધ લગ્ન કર્યા હતા

નવી દિલ્હી, તા.૨૪: દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાંથી એક યુવાનના પ્રાઇવેટ પાર્ટ કાપવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બીજી તરફ, દિલ્હી પોલિસે હત્યા અને કિડનેપ ની કલમ લગાવીને તપાસ શરૂ કરી છે. ડીસીપી (પશ્યિમ) પ્રશાંત ગૌતમે કહ્યું કે, ગુરુવારે સફદરગંજ હોસ્પિટલથી એક પીસીઆર કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજૌરી ગાર્ડનથી એક વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યો છે.

વાત એમ છે કે, યુવકને ઈજાગ્રસ્ત કરવાનો આરોપ યુવતીના પરિવાર ઉપર છે, કેમ કે તે યુવતીએ પરિવારની ઈચ્છા વિરુદ્ઘ ભાગીને લગ્ન કર્યા હતા. તેથી તેના પરિવારના લોકો નારાજ હતા. માટે તેમણે યુવકને કિડનેપ કરીને પહેલા તેને માર માર્યો અને પછી તેના પ્રાઇવેટ પાર્ટને કાપીને સાગરપુર વિસ્તારમાં ફેંકીને ભાગી ગયા. હાલમાં યુવક સફદરગંજ હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત નાજુક છે. બીજી બાજુ, પોલિસ આરોપી પક્ષના અમુક લોકોની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

કહી દઈએ કે દિલ્હીના ૨૨ વર્ષીય પીડિત યુવાન પરિવાર સાથે રદ્યુવીર નગરમાં રહે છે. તેનો સાગરપુરમાં રહેનારી ૨૦ વર્ષીય યુવતી સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. એટલું જ નહીં, પરિવારની મરજીથી લગ્ન કરવા માટે તેમણે બધાને રાજી કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ કોઈ માન્યું નહીં. એ પછી બંને ૨૧ ડિસેમ્બરે જયપુર ભાગી ગયા. ત્યાં એક મંદિરમાં લગ્ન કર્યા અને ૨૨ ડિસેમ્બરે બંને દિલ્હી પાછા આવ્યા અને રાજૌરી ગાર્ડન વિસ્તારમાં રોકાયા હતા. આ વિશે સમાચાર યુવતીના પરિવારને મળી ગયા.

યુવક અને યુવતી રાજૌરી ગાર્ડનમાં રોકાયા છે તેવા સમાચાર મળતા પરિવારના લોકો ત્યાં પહોંચ્યા. બંનેને પોતાની સાથે સાગરપુર લઈ ગયા. આરોપ છે કે, યુવતીના કુટુંબીઓએ પહેલા યુવકને ખૂબ માર્યો અને પછી બીજી જગ્યાએ લઈ ગયા. ત્યાં ધારદાર હથિયાર વડે તેના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખ્યો. ત્યાર બાદ તે યુવાનને સાગરપુરના એક જંગલમાં ફેંકી દીધો. તેના પછી પોલિસને ગુરુવારે સફદરજંગ હોસ્પિટલમાંથી એક પીસીઆર કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજૌરી ગાર્ડનથી વ્યકિત ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો છે.

(3:36 pm IST)