Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઈલેકિટ્રક વાહનો માટે મેક ઈન ઈન્ડિયા હેઠળ ગંગા ફોર્જિગની વિસ્તરણ યોજના અદભૂત નાણાકીય પરિણામો જાહેરઃ વેચાણ વધ્યું

મુંબઇ, તા.૨૪: ગુજરાત સ્થિત નેશનલ સ્ટોક એકસચેન્જ પર સૂચિબદ્ઘ અગ્રણી ફોર્જિંગ કંપની ગંગા ફોર્જિંગ લિમિટેડે યુરોપીઅન યુનયન (સંઘ)ના માર્કેટમાં ઇલેકિટ્રકલ વાહન અને નિકાસમાં ઓટો પાર્ટ્સ રજૂ કર્યા છે. કંપનીના ઉત્પાદનો ઇલેકિટ્રક વાહનો (EV) માટે પર્યાવરણની દૃષ્ટિએ સ્વચ્છ, ટકાઉ, અદ્યતન અને આધારિત પદ્ઘતિ ના વધુ કાર્યક્ષમ ફોર્જિંગ ઘટકો બનાવે છે. આ ઇલેકિટ્રકલ ટ્રાન્સમિશન માટે પાવર વિતરણ અને સોલર પેનલના ઘટકો હોય છે. 

કંપની સડક પીપળીયા, રાજકોટ ખાતે ૮૭૦૦૦ ચોરસ ફૂટના એકમમાં સુધારેલ ટેકનોલોજી અને હાઇ ટેક મશીનો સાથે ઓટોમોબાઇલ અને ઇલેકિટ્રકલ ટ્રાન્સમિશનના ઘટકો અને ફોર્જિંગ માટે વિસ્તરણ કરી રહી છે. ઉત્પાદન સુવિધા ૫૦૦૦ એમટીપીએથી વધીને ૮૫૦૦ એમટીપીએ થઈ છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં તે ૫૦૦૦ એમટીપીએ સુધી વધારવા ની યોજના છે. આ ઇલેકિટ્રકલ વાહન અને અન્ય ઓટો ઉદ્યોગ માટે સ્થાનિક અને નિકાસ બજાર ની જરૂરિયાત પૂરી પાડવા માં સક્ષમ હશે.

બોર્ડે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક સમયગાળા માટે અદભૂત નાણાકીય કામગીરી જાહેર કરી છે. સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે વેચાણ રૂ. ૧૦૧૧.૧૧ લાખથી રૂ. ૧૩૮૦.૬૭ લાખ પર ૩૬% નોંધાવ્યું છે. આ જ સમયગાળા માટે પરિચાલન નફો રૂ. ૨૪.૬૧ લાખથી રૂ. ૧૨૬.૦૯ લાખ થયો છે. ઇલેકિટ્રકલ વાહનો માટે ફોર્જિંગ પાર્ટસની રજૂઆત અને ઉચ્ચ ચોકસાઇવાળા દ્યટકો ના નિકાસને કારણે નફાકારકતામાં સુધારો થયો છે. સ્થાનિક અને નિકાસ બજાર માટે મેનેજમેન્ટે રૂ. ૨૫૦૦ લાખનો ઓર્ડર મેળવ્યો છે.

તેણે જાન્યુઆરી, ૨૦૨૧માં બોનસ ઈશ્યૂ (૩:૧) બાહર પાડ્યો છે. લિકિવડિટીમાં સુધારો કરવા માટે, સ્ટોકનું વિભાજન રૂ.૧૦ થી રૂ.૧ પર થયું હતું. SME ઈશ્યૂ રૂ. ૨૧ પ્રતિ શેર હતો જે સપ્ટેમ્બર, ૨૧માં વધીને રૂ.૧૫૦ થયો છે. સ્ટોક વિભાજન પછી, સંચિત બજાર કિંમત રૂ.૨૧ છે. શેરમાં વધારો થવાની ધારણા છે અને ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળાના રોકાણમાં રૂ. ૪૦ને સ્પર્શી શકે છે. નેશનલ સ્ટોક એકસચેન્જ પર સૂચિબદ્ઘ આ કંપની ની વર્તમાન શેરની કિંમત રૂ. ૧ છે, જેની ફેસ વેલ્યુ રૂ.૨૧ છે.

(3:39 pm IST)