Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

૧૧ કરોડ છે આ ભેંસની કિંમત, ખાય છે દરરોજ ૩૦૦ ગ્રામ દેશી ઘી, ૩ કિલોગ્રામ ગ્રામ, અડધો કિલોગ્રામ મેથી, ૩.૫ કિલોગ્રામ ગાજર, ૮-૧૦ લિટર દૂધ અને ૧૦૦ ગ્રામ બદામ

આ ભેંસે ઇન્ટરનેશનલ લેવલ પર ઘણા એવોર્ડ્સ જીત્યા છેઃ એ ઉપરાંત ભેંસે ૨૬ નેશનલ એવોર્ડ જીત્યા છે

નવી દિલ્હી, તા.૨૪: આપણે ઘણા એવા પ્રાણીઓ અંગે સાંભળ્યું હશે, જેની કિંમત લાખોમાં થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી ભેંસ અંગે જણાવવા જઈ રહ્યા છે, જેને ખરીદવા માટે લોકો ૧૧ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. આ ભેંસની ખાસિયત જાણી તમે દંગ રહી જશો. આ ભેંસે ઇન્ટરનેશનલ લેવલ પર ઘણા એવોર્ડ્સ જીત્યા છે. એ ઉપરાંત ભેંસે ૨૬ નેશનલ એવોર્ડ જીત્યા છે.

હવે આ ભેંસના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ વખતે મુર્રાહ જાતિની રૂસ્તમ ભેંસને હિમાચલ પ્રદેશમાં કૃષક રત્ન એવોર્ડ મળ્યો છે. આ સ્પર્ધા ૧૮મી ડિસેમ્બરે યોજાઈ હતી. આ સ્પર્ધામાં રુસ્તમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જયારે પંજાબના મોદી બુલે બીજું સ્થાન મેળવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્ત્।મ રૂપાલાએ રૂસ્તમના માલિક દેલને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કર્યા હતા.

આ સ્પર્ધાની ઈનામી રકમ ૫ લાખ રૂપિયા હતી, જે રૂસ્તમને મળી છે. તમને જણાવી દઈએ કે રુસ્તમ ભૈંસાને હરિયાણાના જીંદ જિલ્લામાં રહેતા દેલ જાંગરાએ ઉછેર્યો છે. દલેલ તેના બાળકો કરતાં રૂસ્તમનું વધુ ધ્યાન રાખે છે. નેશનલ ડેરી રિસર્ચે રૂસ્તમ નામ આપ્યું છે. રુસ્તમની માતા પણ દેલ જાંગરા સાથે છે. રૂસ્તમની માતાના નામે ૨૫.૫૩૦ કિલો દૂધ આપવાનો રેકોર્ડ છે.

રુસ્તમ દ્યણા સમયથી હેડલાઈન્સમાં છે. તેના નામે દ્યણી સિદ્ઘિઓ છે. રુસ્તમે આંતરરાષ્ટ્રીય સ્તરે ૬ વખત ભારતનું નેતૃત્વ કર્યું છે. તે ૨૬ વખત નેશનલ ચેમ્પિયન રહ્યો છે અને દેશભરમાં ૧૦૦ થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તમને જાણીને નવાઈ લાગશે કે રૂસ્તમ હાથી જેવો દેખાય છે. તેની ઊંચાઈ ૫.૫ ફૂટ અને લંબાઈ ૧૪.૯ ફૂટ છે. રૂસ્તમને તેના માલિક દરરોજ ૩૦૦ ગ્રામ દેશી ઘી, અડધો કિલોગ્રામ મેથી, ૩.૫ કિલોગ્રામ ગાજર, ૮-૧૦ લિટર દૂધ અને ૧૦૦ ગ્રામ બદામ ખવડાવે છે. દેલ કહે છે કે દ્યણા લોકોએ રૂસ્તમ માટે ૧૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, પરંતુ તે તેને કયારેય વેચશે નહીં.

(3:57 pm IST)