Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સની લિયોનનું સોશ્‍યલ મીડિયામાં છવાયેલ નવું ગીત ‘મધુબન મેં રાધિકા નાચે...' વિવાદમાં: ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોવાના આક્ષેપ

આપત્તિજનક ડાન્‍સ ડિલીટ કરવા માંગણી

નવી દિલ્હી: સની લિયોને જેવું સોશિયલ મીડિયા પર પોતાના નવા ગીત 'મધુબનમેં રાધિકા નાચે' શેર કર્યું કે તેના પર મોટો હંગામો મચી ગયો. યૂઝર્સ અભિનેત્રી અને તેના આ ગીતના મેકર્સને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે જ આ ગીતને ડિલીટ કરવાની પણ માંગણી કરી રહ્યા છે. વાત એટલે સુધી પહોંચી ગઈ કે લોકો કહેવા લાગ્યા કે તેનાથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. આવામાં સવાલ ઉઠે છે કે આખરે એવું તે શું છે આ ગીતમાં અને કેમ અભિનેત્રીનું આ નવું ગીત વિવાદમાં ફસાઈ ગયું છે.

ગીતના શબ્દો પર ભડક્યા યૂઝર્સ

સની લિયોનના આ ગીતને યૂઝર્સ આપત્તિજનક અને અશ્લીલ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ગીતમાં રાધા અને રાધિકાના નામ પર જે રીતે સની ડાન્સ કરી રહી છે તે આપત્તિજનક છે. તેનાથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.

ભડકેલા યૂઝર્સ સતત કરી રહ્યા છે કમેન્ટ્સ

સની લિયોનનું ગીત જેવું સોશિયલ મીડિયા પર છવાયું તો યૂઝર્સ ખુબ આક્રોશ ઠાલવવા લાગ્યા. એક યૂઝરે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા લખ્યું કે હિન્દુઓની ભાવનાઓ તમારા આ બેકાર ડાન્સના કારણે હર્ટ થઈ રહી છે. અન્ય યૂઝરે લખ્યું કે આ ખુબ જ બેકાર લોકો છે જે આ પ્રકારે રાધિકાના નામ પર ડાન્સ કરી રહ્યા છે. અન્ય એક યૂઝરે લખ્યું કે તમે લોકો થોડી તો શરમ કરો. હિન્દુ છો અને દેવી દેવતાઓના નામ પર આ પ્રકારે બેકાર ગીત બનાવો છો. એક અન્ય યૂઝરે લખ્યું કે પ્લીઝ તમે રાધામાને આ બધામાં સામેલ ન કરો. તેઓ ભગવાનજી છે. આ શું વાત થઈ પ્લીઝ બદલો આ શબ્દોને. આ પ્રકારે કોઈ પણ દેવી અને દેવતાના નામ ગીતમાં ન લાવો. હું તમને બધાને આગ્રહ કરું છું કે આ પ્રકારના ગીતમાં રાધામાના નામનો ઉપયોગ ન કરો.

રીમિક્સ છે આ ગીત

સની લિયોનીનું 'મધુબન મે રાધિકા નાચે' ગીત યૂટ્યુબ પર રિલીઝ કરી દેવાયું છે. આ ગીત કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ ગાયું છે. આ ગીત 1960ની ફિલ્મ કોહીનૂરમાં મોહમ્મદ રફીએ ગાયેલા ગીત 'મધુબન મેં રાધિકા નાચે' પર આધારિત છે.

Instagram Link: https://www.instagram.com/p/CXxo7FUjCsX/?utm_source=ig_embed&ig_rid=f95e7ca9-ad97-4350-a2cf-7b1833511ef3

(5:43 pm IST)