Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

આ રાત્રી કર્ર્ફયુ લાદવાનો અર્થ શું ? કોરોના માત્ર રાત્રે જ થાય છેઃ ઉત્તરપ્રદેશમાં નાઇટ કર્ફયુ લાદવામાં આવતા સોશ્‍યલ મીડિયામાં યુઝર્સો દ્વારા મીમ્‍સ શેર કરાયા

સતત ફની મીમ્‍સ શેર કરીને અનેક સવાલો કર્યા

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસોએ ફરી એકવાર રાજ્ય સરકારોની ઊંઘ હરામ કરી દીધી છે. ઓમિક્રોનના વધતા ખતરાને કારણે અલગ-અલગ રાજ્યોમાંથી નાઈટ કર્ફ્યુ લાદવાના સમાચાર આવી રહ્યા છે. મધ્યપ્રદેશ બાદ હવે યુપીમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સે મીમ્સ શેર કરવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર પર #nightcurfew હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ સતત ફની મીમ્સ શેર કરી રહ્યા છે. દરેકના મનમાં પ્રશ્ન છે કે રાત્રિ કર્ફ્યુ લાદવાનો અર્થ શું છે? લોકો કહે છે કે, શું કોરોના માત્ર રાત્રે થાય છે.

જણાવી દઈએ કે મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારે પણ યુપીમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે. આદેશ અનુસાર, રાજ્યમાં દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવશે. તે ઉપરાંત 200 લોકોને લગ્નમાં જવાની મંજૂરી આપવામાં આવશે.

પહેલા મધ્યપ્રદેશ સરકારે ગુરુવારથી સાવચેતીના ભાગ રૂપે રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી. સરકારે લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપી છે.

(5:54 pm IST)