Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં પ્રેવશ પર પ્રતિબંધ મુકી દેવાયો

મધ્ય પ્રદેશમાં નાઈટ કર્ફ્યુ બાદ વધુ કડક નિયંત્રણો :૬ ડિસેમ્બરથી ભસ્મારતી માટે શ્રદ્ધાળુઓને પ્રવેશની શરૂઆત થઈ હતી, ૧૭ દિવસ બાદ ફરીથી બંધ કરાયો

ભોપાલ, તા.૨૪ : મધ્ય પ્રદેશમાં રાત્રે કર્ફ્યુ લાગુ થયા બાદ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મારતીમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ કરી દેવાયો છે. ઓનલાઈન બુકિંગ પણ રદ કરી દેવાઈ છે.

મધ્ય પ્રદેશમાં રાતે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરાયો છે. કોરોનાના વધતા કેસને જોતા કેટલાક અન્ય ઉપાય પણ કરવામાં આવ્યા છે. જેના હેઠળ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં સવારે થનારી ભસ્મ આરતીમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ પણ બંધ કરી દેવાયા છે. ૧૭ નવેમ્બરને નાઈટ કર્ફ્યુ હટાવ્યા બાદ ૨૦ દિવસ બાદ ૬ ડિસેમ્બરથી જ મહાકાલેશ્વર મંદિરમાં થનારી ભસ્મારતી માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી. ૧૭ દિવસ બાદ આને ફરીથી બંધ કરી દેવાયા છે. રાત્રે કર્ફ્યુની જાહેરાત બાદ ભસ્મારતીમાં સામેલ થવા માટે જે પણ શ્રદ્ધાળુઓએ બુકિંગ કરાવાઈ હતી, તેને તત્કાલ પ્રભાવથી નિરસ્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે થયેલી ભસ્મારતીમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો. શનિવારથી શ્રદ્ધાળુ ભસ્મારતીમાં પ્રવેશ કરી શકશે નહીં. મહાકાલ ભસ્મારતીમાં ૬ ડિસેમ્બરથી લગભગ ૧૫૦૦ થી ૨૫૦૦ શ્રદ્ધાળુ દરરોજ સામેલ થઈ રહ્યા હતા. રાતે થનારી શયન આરતીના સમયે પણ પરિવર્તન થવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંભવિત જોખમના કારણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જનતાના નામે સંદેશ જારી કર્યો. આની સાથે જ પૂરા મધ્ય પ્રદેશમાં રાતે ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી રાત્રે કર્ફ્યુની જાહેરાત કરી. રાજ્ય સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧એ જારી દિશા-નિર્દેશને રદ કરતા પ્રદેશના સમસ્ત કલેક્ટરના નામે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે.

(7:31 pm IST)