Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધતા નાઈટ કફર્યુ લાગુ :ગાઇડલાઇનની ઉદ્વવ સરકારે કરી જાહેરાત

રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ : આવશ્યક સેવાઓને પ્રતિબંધમાંથી મુક્તિ : બંધ સ્થળોએ કાર્યક્રમોમાં 100થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં:વધુમાં વધુ 250 લોકો ખુલ્લા સ્થળોએ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. હોટેલ્સ, સ્પા, થિયેટર ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે ચાલી શકે

મુંબઈ :મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની સંખ્યા 100ને વટાવી ગઈ છે. આ પછી ઉદ્વવ સરકારે પ્રતિબંધની જાહેરાત કરી છે. આ અંતર્ગત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પ્રાથમિક એકશન  સરકારે  લીધું છે, ટૂંકમાં નવી ગાઇડલાઇન પણ અમલી બનાવવામાં આવી છે

રાત્રિ કર્ફ્યુ દરમિયાન 5 થી વધુ લોકો ક્યાંય પણ એકઠા થઈ શકશે નહીં. આવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની મર્યાદા પણ નક્કી કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું કે બંધ સ્થળોએ આવા કાર્યક્રમોમાં 100 થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં, જ્યારે વધુમાં વધુ 250 લોકો ખુલ્લા સ્થળોએ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. હોટેલ્સ, સ્પા, થિયેટર ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે ચાલી શકે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે,જે ચિંતાજનક બાબાત છે. આજે  શુક્રવારે 20 વધુ સંક્રમિત કેસ મળી આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 100 ને વટાવી ગઈ છે. મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટના 100 થી વધુ કેસ છે.આજે 20 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આ પ્રકારથી પીડિતોની સંખ્યા વધીને 108 થઈ ગઈ છે. આજે મુંબઈમાં 11 દર્દી મળી આવ્યા છે, જ્યારે પુણેમાં 6, સતારામાં 2 અને અહેમદનગરમાં 1 સંક્રમિત મળી આવ્યો છે.  મહારાષ્ટ્ર સરકારે કફર્યુની જાહેરાત કરી છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં 1,410 નવા કોરોના દર્દીઓ મળ્યા અને 12 લોકોએ જીવ ગુમાવ્યા. 24 કલાકમાં 868 દર્દીઓને રજા આપવામાં આવી છે અને હવે અહીં સક્રિય કેસની કુલ સંખ્યા 8,426 છે. તે જ સમયે, મુંબઈમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 24 કલાકમાં, મહાનગરમાં 683 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે 1 દર્દીનું મોત નીપજ્યું છે. હવે અહીં કુલ 3,227 સક્રિય કેસ છે.

(9:27 pm IST)