Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ક્યાં સુધી યોગી અને મોદી બચાવશે ? : ઓવૈસીના વિવાદી બ્યાનનો વિડિઓ ટોક ઓફ ધ નેશન બન્યો

કાનપુરમાં રેલીમાં ઓવૈસીએ પોલીસને ધમકીભર્યા સ્વરમાં કહ્યું અમે તમારા અત્યાચારને ભૂલવાના નથી: વીડિયોએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના એક વીડિયોએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. 80 વર્ષના એક વ્યક્તિ પર પોલીસે કરેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા ઓવૈસી આ વીડિયોમાં બદલો લેવાની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ક્યાં સુધી યોગી અને મોદી બચાવશે.આ મામલે ઓવૈસીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું હાલ આ વીડિયો ટોક ઓફ ધ નેશન બન્યો છે.

યુપી ચૂંટણી પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કાનપુરમાં એક રેલીમાં ઓવૈસીએ પોલીસને ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે અમે મુસ્લિમો તમારા અત્યાચારને ભૂલવાના નથી. અમે તમારા જુલમને યાદ કરીશું અને અલ્લાહ તમારી શક્તિથી તમારો નાશ કરશે. ઓવૈસીએ પોતાના નિવેદનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે આ બંને પદ પર નહીં હોય ત્યારે તમને બચાવવા કોણ આવશે. જો કે ઓવૈસીના આ નિવેદન પર ભાજપે ચોતરફ હુમલો કર્યો છે. ભાજપના નેતાઓ સંબિત પાત્રા, કપિલ મિશ્રા અને પરવેશ વર્માથી લઈને યોગી સરકારના મંત્રીઓ સુધી, મોહસીન રઝાએ ઓવૈસીને ઘણું બધું કહ્યું છે.

(11:59 pm IST)