Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 20 નવા કેસથી લોકોમાં ફફડાટ : કોરોનાના વધુ 1410 કેસો નોંધાતા વહીવટી તંત્રમાં ચિંતા

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 110 દર્દીઓ નવા વેરિઅન્ટની ઝપટમાં

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના 20 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 20 નવા કેસ સાથે, રાજ્યમાં નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 110 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1,410 કેસ નોંધાયા છે.  જ્યારે 12 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 868 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 8,426 સક્રિય કેસ છે.

(12:14 am IST)