Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સુપ્રીમ કોર્ટે આરોપી આશિષ મિશ્રાને આપ્‍યા શરતી જામીન

દિલ્‍હી અને યુપીમાં નહી રહી શકે આશિષ : કોર્ટ

નવી દિલ્‍હી તા. ૨૫ : લખીમપુર ખીરીᅠકેસના આરોપી આશિષ મિશ્રાને લઈ મોટા સમાચાર સામે આવ્‍યા છે. સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરીᅠકેસના આરોપી આશિષ મિશ્રાને વચગાળાના જામીનᅠમંજૂર કર્યા છે. જોકે નોંધનીય છે કે,ᅠજામીનᅠઆપતી વખતે કોર્ટે આશિષને અનેક સૂચનાઓ આપી છે અને શરતો પણ મૂકી છે. ૮ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે, આશિષ દિલ્‍હી અને યુપીમાં રહી શકે નહીં.સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જામીનમાંથી મુક્‍ત થયાના એક સપ્તાહની અંદર આરોપી આશિષ મિશ્રાએ યુપી છોડવું પડશે. કોર્ટે એવી શરત મૂકી કે, આશિષે તેનું સરનામું પોલીસને જણાવવું પડશે અને તે દરરોજ પોલીસ સ્‍ટેશનમાં રિપોર્ટ કરશે. કોર્ટે કહ્યું કે, તે સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકે નહીં. તે તેના કોઈપણ સાક્ષીને મળશે નહીં. લખીમપુર ખીરીᅠકેસના આરોપી આશિષ મિશ્રાના જામીનᅠમંજૂર કરવાની સાથે સુપ્રીમ કોર્ટેᅠલખીમપુર ખીરીᅠઘટનામાં માર્યા ગયેલા આરોપીને મારી-મારીને હત્‍યા કરનારા ૪ ખેડૂતોના પણ વચગાળાનાᅠજામીનᅠમંજૂર કર્યા છે.ᅠલખીમપુર ખીરીના ટીકુનિયામાં અગાઉ લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો. આ કેસમાં આરોપી કેન્‍દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્રᅠઆશિષ મિશ્રાᅠછે. આ ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને રાજકીય માહોલ પણ ગરમાયો હતો

(3:53 pm IST)