Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ભારતના એલન મસ્ક બનવા માંગે છે મુકેશ અંબાણી

ન્યુ એનર્જી : ઇલેકટ્રીક કારો માટે બેટરીઓ બનાવશે રિલાયન્સ : ૧૦ વર્ષમાં ૧,૦૮,૮૨૦ કરોડનું રોકાણ કરશે : નવા ક્ષેત્રમાં આગળ વધવાની યોજના : ૬૦ ટકા આસપાસ હશે ૨૦૩૦ સુધીમાં ઇલેકટ્રીક વાહનોનું બજાર : ૧૦૦ ટકા ઇલેકટ્રીક વાહનોનું લક્ષ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં છે : ૨૦૨પ સુધીમાં જાપાનને પાછળ છોડી ભારત દુનિયાનું સૌથી મોટુ બજાર બનશે

નવી દિલ્હી : શું રિલાયન્સ કંપનીના માલીક મુકેશ અંબાણી ભારતના એલન મસ્ક બનવા માંગે છે? આ સવાલ કંપનીનીએ જાહેરાત બાદ ઉઠયો છે, જેમાં તેમણે કાર બેટરીના બજારમાં ઉતરવાની વાત કરેલ.

રિલાયન્સ સમુહના ૬૦ ટકા રાજસ્વ પેટ્રોલીયમ ઉત્પાદનોમાંથી આવે છે. કંપની પેટ્રોલીયમની ૨૦ ટકા સુધી ભાગીદારી વેચી ન્યુ એનર્જી અને ડીજીટલમાં રોકાણ કરવા જઇ રહી છે. ન્યુ એનર્જી સિવાય કંપની ડીજીટલમાં પણ વ્યાપકરૂપે પોતાની ભાગીદારી વધારવાની તૈયારીમાં છે.

કંપની સાઉદી અરબ આયાત કંપની (અરામકો) સાથે ૨૦ ટકા ભાગીદારીથી વેચાણ માટે  વાત ચીત  કરી રહી છે પણ કોરોનાના કારણે તે રોકાઇ ગયેલ. બંને કંપનીઓ વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઇ રહી છે. કંપનીના કહેવા મુજબ અરામકોને ભાગીદારી વેચવા પાછળનું તરણ રીન્યુએબલ એનર્જી તરફ ફોકસ કરવાનુ છે. સ્વચ્છ અને હરિત ઉર્જા વિકાસની દિશામાં વ્યાપાર વધારીશુ.

દુનિયાના બે સૌથી ધનીક રિલાયન્સના મુકેશ અંબાણી અને ટેસ્લાના એલન મસ્ક અક્ષર ઉર્જાના ઉત્પાદન અને ભંડારણ માટે બેટરી અને  સૌર પૈનલ માટે મોટુ રોકાણ કરી રહ્યા છે. કોરોના મહામારી છતા ગત વર્ષે આ ક્ષેત્રમાં ૭૨ ટકા ગ્રોથ હતો. બંને કંપનીઓની નજર આગામી ૧૦ વર્ષમાં લાખો કરોડોના આ માર્કેટ ઉપર કબ્જો કરવા ઉપર છે.

રિલાયન્સે તેલથી રસાયણ વ્યવસાયના પુર્ણ સ્વામીત્વવાળા એકમમાં ડીમર્જરની રૂપરેખા જાહેર કરી છે. તેલથી રસાયણ વ્યવસાયને અલગ એકમ બનાવવાનુુ કામ ગત વર્ષે શરૂ કરેલ. કંપનીના તેલથી રસાયણ વ્યવસાયનું મુલ્યાંકન ૭૫ અરબ ડોલર કરાયેલ.

રીલાયન્સ આવી રીતે રોકાણ કરશે

. ૧૦,૮૮૧ કરોડ પ્લાસ્ટીક રીસાયકલીંગ

. ૧,૦૮,૮૨૦ કરોડ ન્યુ એનર્જી

. ૧,૧૫,૫૬૩ કરોડ રીટેલ

(3:16 pm IST)