Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ભાજપ કર્ણાટકને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફેરવવા માંગે છે : પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ 'બુલડોઝર કલ્ચર' પર ઉઠાવ્યા સવાલ

કર્ણાટકના એક મંત્રીએ રાજ્યમાં 'યુપી મોડલ'નું અનુકરણ કરવાની હાકલ કર્યા પછી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા આવી

બેંગલોર : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ છે. જનતા દળ (સેક્યુલર)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રવિવારે કર્ણાટક રાજ્યમાં 'બુલડોઝર કલ્ચર'ની માંગને લઈને ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ કર્ણાટકને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફેરવવા માંગે છે.

કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીએ કહ્યું, "કર્ણાટકને યુપી, એમપી અને ગુજરાત ન બનાવો. દિલ્હીમાં બુલડોઝર આવી ગયા છે. તેઓ તેને કર્ણાટકમાં લાવવા માંગે છે. કોઈ પોતાનું પેટ ભરવા માટે નાની દુકાન ખોલે છે અને તેઓ (ભાજપ) સરકાર કહે છે, તે અનધિકૃત છે અને તેને દૂર કરે છે."

કર્ણાટકના એક મંત્રીએ રાજ્યમાં 'યુપી મોડલ'નું અનુકરણ કરવાની હાકલ કર્યા પછી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા આવી છે. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ કહ્યું હતું કે, "એક સમય એવો હતો જ્યારે આતંકવાદીઓને બિરયાની ખવડાવવામાં આવતી હતી.

નોંધપાત્ર રીતે, બુલડોઝર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હવે દિલ્હીમાં નવા રાજકીય ઘટનાક્રમમાં પ્રવેશ્યુ છે. યુપી, એમપી અને ગુજરાતની રાજ્ય સરકારો કથિત તોફાનીઓના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે તેનો ઉપયોગ કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથને તેમના ચાહકો બુલડોઝર બાબા કહીને બોલાવે છે. તે જ સમયે, દિલ્હીના જહાંગીરપુરીમાં અતિક્રમણ વિરુદ્ધ તાજેતરના અભિયાન પછી, સીપીએમ નેતા બ્રિન્દા કરાતે કહ્યું હતું કે આ દેશમાં કોઈ પણ 'બુલડોઝર'થી સુરક્ષિત નથી.

(10:45 pm IST)