Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ગુટખા ખાતા લોકોની પિચકારીથી હાવડા બ્રિજ ખરાબ થતા IAS અધિકારીએ બૉલીવુડ સ્ટાર્સ પર ભારે પડ્યા

અક્ષય કુમારની સાર્વજનિક માફી અને તમાકુ બ્રાંડના ઈલાઈચી ઉત્પાદન એડમાં અભિનય કરવાની પોતાની ' વ્યક્તિગત પસંદ ' પર અજય દેવગનના જવાબ પછી, પશ્ચિમ બંગાલના એક IAS અધિકારીએ શાહરૂખ , અજય અને અમિતાભ બચ્ચન જેવા એક્ટર્સ પાસે સોશ્યલ મીડિયામાં માંગ્યો જાહેર જવાબ

મુંબઈ : કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આ વાતને લઈને વિવાદ શરૂ થઇ ગયો છે કે, બોલિવુડના મોટા એક્ટરો તમાકુ-ગુટખાના એડ કરવી જોઈએ કે નહીં. અજય દેવગન પછી શાહરૂખ ખાન અને અક્ષય કુમારના તમાકુની એડ કરવાના કારણે જ્યાં લોકોએ ખોલીને વિરોધ કરી રહ્યા છે, તેમજ તેમના ફેન્સ આ સુપરસ્ટાર્સના બચાવમાં પણ સામે આવ્યા છે. વિવાદ વધવાના કારણે અક્ષય કુમારે સાર્વજનિક રીતે માફી માગી ચુક્યા છે .

અક્ષય કુમારની સાર્વજનિક માફી અને તમાકુ બ્રાંડના ઈલાઈચી ઉત્પાદન એડમાં અભિનય કરવાની પોતાની ' વ્યક્તિગત પસંદ ' પર અજય દેવગનના જવાબ પછી , પશ્ચિમ બંગાલના એક IAS અધિકારી શાહરૂખ , અજય અને અમિતાભ બચ્ચન જેવા એક્ટર્સ પર ભારે પડી ગયા છે . IAS અધિકારીએ એક ફોટો શેર કરીને આ બોલિવુડ સ્ટાર્સ પાસે સોશિયલ મીડિયા પર જવાબ માગ્યો છે .

IAS અધિકારી અવિનાશ શરણે ટ્વીટર પર હાવડા બ્રિજના પિલરમાંથી એકનો ફોટો શેર કરીને , પોતાના ટ્વીટમાં લખ્યું કે , ' કોલકાતા પોર્ટ ટ્રસ્ટે કહ્યું કે , ગુટખાનો આ ફોટો પ્રતિષ્ઠિત 70 વર્ષ જૂના પૂલને ખરાબ કરી રહ્યો છે . હાવડા બ્રિજ પર ગુટખા ખાતા લોકોનો હૂમલો છે .' અવનીશ શરણે પોતાના આ ટ્વીટની સાથે શાહરૂખ ખાન , અજય દેવગન , અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનને પણ ટેગ કર્યા છે . પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગની સૂચના અનુસાર પશ્ચિમ બંગાળમાં ગુટખા અથવા પાન મસાલાના વેચાણ પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે .

ગત કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તમાકુ અને ગુટખાની એડ કરનાર બોલિવુડ સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે , ત્યાર બાદ અક્ષય કુમારે પોતાનું વિમલ ઈલાયચીના બ્રાંડ એમ્બેસડરની ભૂમિકાથી અલગ થવાની જાહેરાત કરી હતી . સાથે જ કહ્યું હતું કે , જે પણ પૈસા આ એડથી મળશે , તેને દાન કરવામાં આવશે .

અક્ષય કુમારે ફેન્સ પાસેથી માફી માગતા કહ્યું કે , ' હું મારા તમામ ફેન્સનું અને શુભચિંતકો પાસેથી માફી માગવા ઈચ્છું છું . ગત થોડા દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને પ્રભાવિત કર્યું છે . જો કે , હું તમાકુનું સમર્થન નથી કરી રહ્યો અને આગળ પણ નહીં કરીશ . હું વિમલ ઈલાયચીની સાથે પોતાના એસોસીએશનને લઈને તમારી ભાવનાઓનું સન્માન કરું છું . આ જ કરને પૂરી વિનમ્રતાની સાથે હું પોતાના નિર્ણયને વાપસ લઉં છું , સાથે જ હું આ પણ નિર્ણય કર્યો છે કે , એડ માટે લીધેલી ફીને કોઈ સારા કામ માટે દાન કરીશ , બ્રાંડ ઈચ્છે તો આ એડને પ્રસારિત કરવાનું શરૂ રાખીએ શકે છે , જ્યાર સુધી તેના કોન્ટ્રેકટની લીગલ સમયગાળો પૂર્ણ ન થઇ જાય , પણ હું વચન આપું છું કે , ભવિષ્યમાં પૂરી સમજદારીની સાથે વિકલ્પોની પસંદગી કરીશ . આના પછી હું હંમેશાં તમારો પ્રેમ અને શુભકામનાઓ ઈચ્છીશ .'

બીજી બાજુ અજય દેવગણ આને ' વ્યક્તિગત પસંદ ' ગણાવતા એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે , ' કોઈ પણ વસ્તુની જાહેરાતનો નિર્ણય વ્યક્તિગત મામલો છે , આપણે આટલા પરિપક્વ છીએ કે , પોતાનો નિર્ણય પોતે લઇ શકીએ છીએ . અનેક પ્રોડક્ટ્સ નુકસાન પહોંચાડે એવા હોય છે અને અનેક પ્રોડક્ટ્સ એવા પણ હોય છે , જે નુકસાન પહોચાડતા નથી , હું ઈલાયચીની એડ કરી રહ્યો છું . અજય અનુસાર , જે વસ્તુઓ નુકસાન પહોચાડે એવી હોય , તો એમનું વેચાણ પણ થવું ન જોઈએ .

' પુષ્પા : ધ રાઈઝ ' માટે દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મેળવનાર દક્ષિણ ભારતીય ફિલ્મોનો સુપર સ્ટાર અલ્લુ અર્જુને હાલમાં જ એક તમાકુ બ્રાંડનું ટીવી પ્રચાર કરવા માટે ના કહી દીધું હતું , આના માટે તેને તમાકુ કંપનીએ ભારે ફી આપવાની ઓફર આપી હતી , પણ એક્ટરે એડ કરવા ના પાડતા કહ્યું કે , આનાથી લોકોને ખોટો સંદેશ જશે .

 

(10:47 pm IST)