Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

UPIનું સર્વર ઠપ્પ થતા PhonePe, Google Pay અને Paytmના દેશભરના યુઝર્સો મુશ્કેલીમાં મુકાયા

UPI સર્વર રવિવારે એક કલાકથી વધુ સમય માટે ખોરવાઈ ગયું: યુઝર્સ UPI એપ્સ દ્વારા નોન-ટ્રાન્ઝેક્શન્સ વિશે ફરિયાદ કરવા Twitter પર ગયા.

નવી દિલ્હી : યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સર્વર રવિવારે એક કલાકથી વધુ સમય માટે ખોરવાઈ ગયું હતું. જેના કારણે સમગ્ર દેશમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માલિકીની અને સંચાલિત છે. આ વર્ષમાં બીજી વખત આવી સમસ્યા સામે આવી છે.

યુઝર્સે PhonePe, Google Pay અને Paytm જેવી મોટી UPI એપ્સ દ્વારા નોન-ટ્રાન્ઝેક્શન્સ વિશે ફરિયાદ કરવા Twitter પર ગયા. લોકોને પેમેન્ટ કરવામાં કે પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે આવું બીજી વખત બન્યું છે. આ પહેલા છેલ્લી વખત યુપીઆઈનું સર્વર 9 જાન્યુઆરીએ ડાઉન થયું હતું. NPCIએ હજુ સુધી આ અંગે ઔપચારિક ટ્વીટ કે નિવેદન જારી કર્યું નથી.

UPIએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે. UPI હાલમાં ભારતના છૂટક વ્યવહારોમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ ચુકવણી પ્રણાલીઓ મોટા પ્રમાણમાં વ્યવહારોનું સંચાલન કરે છે જેમાંથી મોટાભાગના ઓછા મૂલ્યના વ્યવહારો છે

 

(11:24 pm IST)