Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

UPI સર્વર થયું ડાઉન : સમગ્ર દેશમાં ફોન પે, ગુગલ પે અને પેટીએમના યુઝર્સને મુશ્‍કેલી

આખા દેશમાં ઓનલાઇન લેવડ-દેવડમાં મુશ્‍કેલી ઉભી થઇ

નવી દિલ્‍હી તા. ૨૫ : UPIનું સર્વર ડાઉન થઇ ગયું છે. જેને લઇને લોકોને પેમેન્‍ટ કરવામાં મુશ્‍કેલી સર્જાઈ રહી છે. લોકો યૂપીઆઈના ડાઉન થયા બાદ આની ફરિયાદ સોશિયલ મીડિયા પર ટ્‍વીટ કરીને કરી રહ્યા છે.
યુઝર્સ PhonePe, Google Pay અને Paytm જેવી મોટી UPI એપ્‍સ દ્વારા ટ્રાન્‍ઝેક્‍શન ન થઈ રહ્યું હોવાની Twitter પર ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સને લાંબા પ્રોસેસિંગ સમય બાદ નિષ્‍ફળ ચૂકવણીની સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષમાં આ બીજી વખત છે જયારે UPI સર્વર ડાઉન થયું છે, ગત વખત ૯ જાન્‍યુઆરીએ સર્વર ડાઉન થયું હતું. NPCI એ હજુ સુધી વિક્ષેપ અંગે ઔપચારિક માહિતી આપી નથી.
UPI, નેશનલ પેમેન્‍ટ્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (NPCI) દ્વારા રીઅલ-ટાઇમ પેમેન્‍ટ સિસ્‍ટમ, ભારતના છૂટક વ્‍યવહારોમાં ૬૦ ટકાથી વધુ હિસ્‍સો ધરાવે છે. આ પેમેન્‍ટ સિસ્‍ટમ મોટા પ્રમાણમાં વ્‍યવહારો સંભાળે છે, જેમાં મોટાભાગના નાની રકમના વ્‍યવહારો છે. ૧૦૦ રૂપિયાથી નીચેના વ્‍યવહારો UPI વોલ્‍યુમના ૭૫ ટકા હિસ્‍સો ધરાવે છે. માત્ર માર્ચ મહિનામાં જ UPIથી રૂ. ૯.૬૦ લાખ કરોડના ૫૪૦ કરોડ વ્‍યવહારો થયા હતા.

 

(10:17 am IST)