Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

કાગડાને લાગી સિગારેટની લત

કાગડા સાથે મૈત્રી ધરાવતા એક પરિવારને કાગડાને સિગારેટની લત લાગ્‍યા બાદ એનું મૃત્‍યુ થયું હોવાનો ભય છે. સાઉથ ઈસ્‍ટ ઇંગ્‍લેન્‍ડના ઈસ્‍ટ સસેક્‍સ કાઉન્‍ટીના બેક્‍સહિલના રહેવાસી ૩૭ વર્ષના પીટ કેટ પાસેથી અંબર લીફ તમાકુનો સ્‍વાદ માણ્‍યા બાદ કાગડાને સિગારેટની એવી લત લાગી કે તે ઘણી વાર પીટ કેટના હાથ કે મોઢામાંથી સિગારેટ આંચકી લઈને સિગારેટના કશ લેતો હતો. પીટ કેટે આ કાગડાનું નામ ક્રેગ રાખ્‍યું હતું. ક્રેગ પીટ કેટનાં બાળકો સાથે પણ રમતો હતો.
પીટ કેટ તેના બગીચામાં ખોદકામ કરી રહ્યો હતો ત્‍યારે પહેલી વાર તેને મળેલા કાગડાએ ત્‍યાર બાદ જાણે તેનો પીછો જ નહોતો છોડ્‍યો. આ જ સમયમાં તેણે પીટ કેટને સિગારેટ પીતો જોઈ તેની પાસેથી એક કશ લીધો અને ત્‍યાર બાદ કાગડાને એની લત લાગી હતી. ઓક્‍ટોબર મહિનાથી ક્રેગ દેખાયો ન હોવાથી પીટ કેટને ભય છે કે સિગારેટની લતને લીધે ક્રેગનું મૃત્‍યુ થયું હશે.

 

(10:35 am IST)