Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મસ્‍કના ૫.૦૮ અબજના જેટમાં છે લેબોરેટરી અને ચાર લિવિંગરૂમ

ન્‍યૂયોર્ક તા. ૨૫ : ઇલોન મસ્‍ક દુનિયાના સૌથી ધનવાન વ્‍યક્‍તિ છે, પરંતુ તેઓ કહે છે કે મારી પાસે મારું પોતાનું ઘર પણ નથી. જોકે તેમની પાસે એક લક્‍ઝરી હોવાનું તેઓ સ્‍વીકારે છે અને એ છે ૬.૬૫ કરોડ ડોલર (૫.૦૮ અબજ રૂપિયા)નું પ્રાઇવેટ જેટ. ટેસ્‍લાના સીઈઓએ એરક્રાફટ ગલ્‍ફસ્‍ટ્રીમ જી૬૫૦ઇઆર ખરીદ્યું છે, જે દુનિયાના અમીરોનું ફેવરિટ એરક્રાફટ છે.
મસ્‍કનું ૯૯ ફુટ લાંબું લક્‍ઝરી જેટ એક રીતે ઘર જેવું છે. એમાં અનેક બિગ-સ્‍ક્રીન ટીવી અને ૧૯૫ ચોરસ ફુટની લગેજ સ્‍ટોર સ્‍પેસ છે.
આ જેટમાં લેબોરેટરી અને ચાર લિવિંગરૂમ પણ છે, જેમાં લેધર સીટ્‍સ અને વુડન ફર્નિચર છે. એક લિવિંગરૂમમાં વીઆઇપી કેબિન છે, જે પ્રાઇવેટ મીટિંગ માટે બિલકુલ યોગ્‍ય છે.(

 

(10:19 am IST)