Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

પેઇન કીલર ઇન્‍ડોમેથાસીન કોરોનામાં છે અસરકારકઃ રીસર્ચરો

આ દવાથી કોરોનામાંથી ઝડપથી સાજા થાય છે દર્દીઓ

નવી દિલ્‍હી, તા.૨૫: આર્થરાઇટીસ અને સ્‍પોન્‍ડીલાઇટીસ માટે પ્રીસ્‍ક્રાઇબ કરાતી ઇન્‍ડોમેથાસીન નામની પેઇન કીલર હળવા અથવા મોડરેટ કોરોનાની સારવારમાં અસરકારક હોવાનું ચેન્‍નઇના રીર્સચરોએ ભારતની આરોગ્‍ય રીસર્ચ એજન્‍સીના સત્તવાળાઓ જણાવ્‍યુ છે અને તેને કોવિડ-૧૯ની સારવારમાં સામેલ કરવાની માંગણી કરી છે.

રીસર્ચરોએ તેમના અભ્‍યાસના પરિણામો એજન્‍સીને રજૂ કર્યા છે જેમાં કહેવાયું છે કે હળવા અથવા મોડરેટ કોરોનાવાળા દર્દીઓને ઇન્‍ડોનેશથાસીન અપાયા પછી તેમને વધારાના ઓકસીજનની જરૂર નહોતી પડી અને પેરાસીટામોલ અપાયેલ દર્દીઓ કરતા તે ઝડપથી સાજા થયા હતા.

આ અભ્‍યાસ એપ્રીલથી જુલાઇ ૨૦૨૧ દરમ્‍યાન કોરોનાની બીજી લહેર વખતે કરાયો હતો. જેમાં જણાયુ હતું કે કે દર્દીઓને પેરાસીટામોલ આપવામાં આવી હતી તેમાં ૧૦૭માંથી ૨૦ દર્દીઓને વધારાના ઓકસીજનની જરૂર પડી હતી જયારે ઇન્‍ડોમેથાસીન અપાયેલ ૧૦૩ દર્દીઓમાંથી કોઇને પણ વધારાના ઓકસીજનની જરૂર નહોતી પડી. આ ઉપરાંત, ઇન્‍ડોમેથાસીન પર રહેલા દર્દીઓ તાવમાંથી સરેરાશ ત્રણ દિવસમાં અને કફમાંથી સરેરાશ ચાર દિવસમાં સાજા થયા હતા જેની સરખામણીમાં પેરાસીટામોલ પર રહેલા દર્દીઓને સાજા થતા સરેરાશ ૭ દિવસ લાગ્‍યા હતા.

આ રીસર્ચ અભ્‍યાસ કરનાર ગ્રૃપના નેતા અને ચેન્‍નાઇનઇ સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ મીઓટ ઇન્‍ટરનેશનલના નેફ્રોલોજીસ્‍ટ રાજન રવિચંદ્રને ટ્રીટમેન્‍ટ પ્રોટોકોલમાં સામેલ કરશે.

ધ ઇન્‍ડીયન કાઉન્‍સીલ ઓફ મેડીકલ રીચર્સ (આઇસીએમઆર) અને કોરોનાની સારવારના પ્રોટોકોલ તૈયાર કરનાર નેશનલ ટાસ્‍ક ફોર્સે હજુ ઇન્‍ડોમેથાસીનને સામેલ નથી કરી. રવિચંદ્રને અભ્‍યાસના પરિણામો જુલાઇ ૨૦૨૧માં અને પછી ફરીવાર આ વર્ષે જાન્‍યુઆરીમાં મોકલી આવ્‍યા છે. જો કે આ બંને સંસ્‍થાઓએ હજુ સુધી કોઇ જવાબ નથી આપ્‍યો. જો અન્‍ય નિષ્‍ણાંતોનું એવુ કહેવું છે કે ફકત ૨૧૦ દર્દીઓ પર કરાયેલ અભ્‍યાસના આધારે ટાસ્‍કફોર્સ આ દવાને ગાઇડલાઇનમાંના ઉમેરી

(11:05 am IST)