Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મોંઘવારી ક્‍યાં પહોંચશે ? GST કાઉન્‍સીલે ૧૪૩ ચીજવસ્‍તુના ભાવ વધારવા કરી ભલામણ

જો કે સરકારે આપ્‍યો રદિયો

નવી દિલ્‍હી તા. ૨૫ : ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) કાઉન્‍સિલની મે મહિનામાં મળનારી બેઠક પહેલા સરકારે રાજયોને ૧૪૩ વસ્‍તુઓ પર ટેક્‍સ વધારવા માટે સૂચનો માંગ્‍યા છે. જો રાજયો આ સૂચન પર સહમતિ વ્‍યક્‍ત કરશે, તો મોંઘવારીથી પીસાતી પ્રજાને વધારે પરેશાન થવાની નોબત આવી શકે છે.

એવું કહેવાય છે કે, જે ૧૪૩ વસ્‍તુઓના ટેક્‍સ રેટમાં સરકારે વધારો કરવા માટે પ્રસ્‍તાવ મોકલ્‍યો છે, તેમાં ૯૨ ટકા વસ્‍તુઓને ૧૮ ટકા ટેક્‍સ રેટમાંથી ટ્રાન્‍સફર કરવાની વાત કહેવામાં આવી છે.

વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસ પાર્ટીએ પણ કેન્‍દ્ર સરકારને આડેહાથ લેતા ચેતવણી આપી છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્‍વીટ કરીને જણાવ્‍યું છે કે, હવે ગરમી અને મોંઘવારી વધારે રંજાડશે. કેન્‍દ્ર સરકારે રોજિંદા વપરાશની ૧૪૩ વસ્‍તુઓ પર જીએસટી વધારવાનો નિર્ણય લીધો છે. જેથી દર મહિને ૧,૪૨,૦૦૦ કરોડથી વધારેની વસૂલી થાય. શું ફરક પડે છે, ખિસ્‍સામાં પૈસા હોય ના હોય, બજેટ ખોરવાય, કારણ કે ભાજપ છે તો શક્‍ય છે.

મીડિયા રિપોર્ટ્‍સ મુજબ, જે ૧૪૩ વસ્‍તુઓની કિંમત વધી શકે છે, તેમાં પાપડ, ગોળ, પાવર બેંક, ઘડિયાળ, સૂટકેશ, પરફયૂમ, ટીવી (૩૨ ઈંચ સુધીના), ચોકલેટ, કપડા, ગોગલ્‍સ, ફ્રેમ, વોશબસિન, અખરોડ, કસ્‍ટર્ડ પાવડર, હેન્‍ડ બેગ, ચ્‍યુઈંગમ, નોન આલ્‍કોહોલિક ડ્રિન્‍ક, ચશ્‍મા અને ચામડામાંથી બનેલી ચીજો સામેલ છે.

GST કાઉન્‍સિલ તરફથી મુખ્‍યત્‍વે એવી વસ્‍તુઓ પર ટેક્‍સ રેટ વધારવાનો પ્રસ્‍તાવ આપવામાં આવ્‍યો છે. જેના પર સરકારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા નવેમ્‍બર ૨૦૧૭ અને ડિસેમ્‍બર ૨૦૧૮માં ટેક્‍સના રેટ ઘટાડી દીધા હતા.

આ સાથે જ અનેક વસ્‍તુઓને Exempt Listમાંથી હટાવીને ટેક્‍સના દાયરામાં લાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. રાજયોની સહમતિ બાદ અનેક વસ્‍તુઓ Exempt Listથી બહાર થઈ જશે. જેમાં ગોળ અને પાપડ સામેલ છે. એવામાં ગ્રાહકોએ આવી વસ્‍તૂઓ ખરીદવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે.

લિસ્‍ટમાં સામેલ ૧૪૩ વસ્‍તુઓને GST રેટ ૧૮ ટકાના સ્‍બેલમાંથી હટાવીને હવે ૨૮ ટકા જીએસટી સ્‍લેબમાં રાખવામાં આવશે. એવામાં એક વખત ફરીથી મોંઘવારી વધશે તે ચોક્કસ છે.

જો કે સરકારે રદિયો આપતા કહ્યું છે કે, કાઉન્‍સીલે આવી કોઇ ભલામણ કરી નથી.

(11:19 am IST)