Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

યુપીની શાળાઓમાં માસ્‍ક ફરજીયાત

યુપીમાં બહાર પડાઇ કોરોનાની નવી ગાઇડલાઇન્‍સઃ ૨૪ કલાકમાં નવા ૨૨૬ કેસ

લખનૌઃ યુપીમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. પરિસ્‍થિતીને ધ્‍યાનમાં રાખીને યુપી સરકારે શાળાઓ માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. નવી ગાઇડાલઇન્‍સ અનુસાર, બધી શાળાઓ માટે માસ્‍ક ફરજીયાત કરી દેવામાં આવ્‍યો છે સાથે જ બધી શાળાઓમાં સંક્રમણને રોકવા માટે મોટા પાયે અભિયાન અને કોવિડ હેલ્‍પ ડેસ્‍ક શરૂ કરવાના આદેશ અપાયા છે. શાળાઓ માટેની નવી ગાઇડલાઇન અનુસાર, હવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હેન્‍ડવોશ અથવા હેન્‍ડ સેનીટાઇઝેશ પછી જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. લખનૌ, ગૌતમ બુધ્‍ધનગર, ગાઝયિાબાદ, મેરઠ, હાપુડ, બુલંદ શહેર, બાગપતની શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્‍ટાફ માટે પણ માસ્‍ક ફરજીયાત કરાયો છે.

અધિકારીઓ અનુસાર, યુપીમાં લગભગ ૧૫ દિવસ કોરોના કેસો વધવા લાગ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં યુપીમાં ૨૨૬ નવા કેસો આવ્‍યા છે. સૌથી વધારે ગૌતમ બુધ્‍ધનગરમાં ૧૨૬, ગાઝીયાબાદમાં ૪૬ અને લખનૌમાં ૧૭ નવા કેસ આવ્‍યા છે. જયારે ૧૪૬ દર્દીઓ સાજા થયા છે. રાજયમાં અત્‍યારે ૧૧૨૨ એકટીવ કેસ છે.

(3:12 pm IST)