Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ઓફીસમાં કામ કરીને જાડા-પાડા થઇ રહ્યા છે પોલિસ કર્મચારીઓ

ઓફીસમાં કામ કરનારા માટે અઠવાડીયામાં ત્રણ દિ' પરેડ ફરજીયાત

મુઝફફરપુરઃ ઓફીસનાં કામ કરતા રીડર અને અન્‍ય પોલીસ કર્મચારીઓની ફીટનેસ ખરાબ થઇ રહી છે. તેઓ સ્‍થૂળ થઇ રહ્યા છે. આ બાબતે પોલીસ હેડ કવાર્ટર ચિંતીત છે. પોલીસ હેડ કવાર્ટરે જીલ્લાથી માંડીને રેન્‍જ ઓફીસો સુધીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હવે વ્‍યવસ્‍થા સંભાળવાની પણ ફરજ સોંપવાનો આદેશ બહાર પાડયો છે.

આ આદેશ અનુસાર હવે ઓફીસમાં કામ કરનાર જવાનથી માંડીને અધિકારી સુધીના અઠવાડીયામાં ત્રણ દિવસ વ્‍યવસ્‍થા સંબંધી ફરજો રોડ પર બજાવશે. દરેક જીલ્લામાં ૨૦૦ થી વધારે પોલીસ કર્મચારીઓ ઓફીસોમાં કામ કરતા હોય છે. આમ રાજયભરમાં આ સંખ્‍યા ૭૦૦૦થી વધારે થાય છે.

નવા આદેશના પાલન માટે હવે ડયુટીનું નવું રોસ્‍ટર બનાવવામાં આવ્‍યુ છે. આવા પોલિસ કર્મચારીઓ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ પોલીસ લાઇનમાં સવારની પરેડમાં સામેલ થવું ફરજીયાત કરી દેવાયુ છે.

(3:33 pm IST)