Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ધોનીના ફાર્મ પર મોકલાયા ૨૦૦૦ કડકનાથ

કડકનાથ નામના આ મરઘાની ખાસીયત છે કે તેનુ માંસ, લોહી, આંખ અને શરીરના લગભગ હિસ્‍સો સંપૂર્ણ કાળો હોય છેઃ કડકનાથનું માંસ લગભગ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયો કીલો વેચાય છે

રાચીઃ મધ્‍યપ્રદેશની એક સહકારી ફર્મે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીના ઓર્ડર પર પ્રોટીનથી ભરપૂર ‘કડકનાથ' નસલના ૨૦૦૦ મરઘા ઝારખંડના રાંચી ખાતેના તેના ફાર્મ પર મોકલી આપ્‍યા છે.

ઝાબુઆના કલેકટર સોમેશ મિશ્રાએ જણાવ્‍યું કે ધોનીએ એક સ્‍થાનિક સહકારી ફર્મને ૨૦૦૦ કડકનાથ મરઘાનો ઓર્ડર આપ્‍યો હતો. જે એક વાહન દ્વારા રાંચી મોકલી અપાયા છે. તેમણે કહ્યું, ‘ધોની જેવી સેલેબ્રેટીએ કડકનાથ મરઘાની નસલમાં  રૂચી દર્શાવી છે તે સારૂ પગલું છે. કોઇ પણ વ્‍યકિત ઓનલાઇન ઓર્ડર કરી શકે છે જેનાથી આ નસલના મરઘાને પાળતા આદિવાસીઓને લાભ થશે.'

ઝાબુઆના રૂ઼ંડીપાડા ગામમાં કડકનાથ નસલના મરઘા પાલન સાથે સંકળાયેલા સહકારી સંસ્‍થા ચલાવતા વિનોદ મેદાને ધોનીએ ઓર્ડર આપ્‍યો હતો. ૨૦૦૦ કાળા કડકનાથ મરઘાને રસીકરણ પછી જ રાંચી મોકલવામાં આવશે.

મેદાએ કહ્યું કે ઝાબુઆની આદિવાસી સંસ્‍કૃતિનો પરિચય આપતા તીર કમાન પણ ધોનીને મોકલવામાં આવશે. મધ્‍યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના કાળા કડકનાથ મરઘાને છતીસગઢ સાથેની કાયદાકીય લડાઇ પછી ૨૦૧૮માં જયોગ્રાફીકલ ઇન્‍ડીકશેન (જીઆઇ) ટેગ મળી છે. જીઆઇ ટેટ મળ્‍યા પછી જે તે વસ્‍તુના ભાવ વધી જાય છે એટલે આ મરઘા, તેના ઇંડા અને માંસ અન્‍ય નસલ કરતા મોંઘા ભાવો વેચાય છે.

કડકનાથ મરઘા અથવા મરઘીને તેના કાળા રંગથી સહેલાઇથી ઓઇખી શકાય છે. તેની સૌથી મોટી ખાસીયત એ છે કે તેનું માંસ, લોહી, આંખ અને શરીરનો લગભગ દરેક ભાગ સાવ કાળો હોય છે. તેનુ માંસ આરોગ્‍ય માટે સારૂ ગણાય છે. તેમાં મોટા પ્રમાણમાં આયર્ન અને પ્રોટીન હોય છે તો અન્‍ય મરઘાઓની સરખામણીમાં તેમાં ચરબી અને કોલેસ્‍ટ્રોલનું ખુબીઓના કારણે કડકનાથ મરઘાની માંગ બજારમાં બહુ રહે છે અને તેનું માંસ લગભગ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયો કીલો વેચાય છે.

(3:42 pm IST)