Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અમેરિકા, કેનેડામાં કેવી છે વિદેશી વિદ્યાર્થીઓની પરિસ્‍થિતી

૨૫ ટકાથી વધારે ગ્રેજયુએટોની આવક ગરીબી રેખાની નજીક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મદદ માટે શરૂ કરી સંસ્‍થા

ફીનટેક રીવર ફાયનાન્‍સીયલમાં કામ કરતા પહેલા ૨૦૧૭માં અમેરીકાની કોલેજમાં ભણવા ગયેલ સામ્‍પેઇ ઓમીચીએ એલ્લીસની સ્‍થાપના કરી છે. ઓમીચીએ ટેક ક્રન્‍ચને કહ્યું કે અમેરિકામાં અત્‍યારે કોલેજ કેમ્‍પસો હાઇ સ્‍કીલ્‍ડ વિદેશીઓ અને ધંધાર્થીઓ માટે એલીસ આઇલેન્‍ડ જેવા બની ગયા છે એ કારણે મેં એલીસની સ્‍થાપના કરી છે. ભૂતપૂર્વ વિદેશી વિદ્યાર્થીઓના કેટલાક દાખલા જોઇએ તો તેમાં એલન મસ્‍ક, સત્‍યા નડેલા અને સુંદર પિચાઇ જેવા નામો સામેલ છે. નવા દેશમાં જનાર દરેકને બેંક ખાતા જેવી પ્રાથમીક જરૂરીયાતો પણ અઘરી બને છે એટલે એલીસ, અમેરિકામાં અભ્‍યાસનું આયોજન કરી રહેલ વિદ્યાર્થી અહીં પહોંચે તે પહેલા તેના માટે ડેબીટ એકાઉન્‍ટ અને ફાઇવ-જી સેલફોન પ્‍લાનની વ્‍યવસ્‍થા કરી આપે છે.

૨૫ વર્ષની વયના એક ચતુર્થાંશ ગ્રેજયુએટો વર્ષે ૩૫૦૦૦ ડોલરથી ઓછા કમાતા હોય છે જયારે ઘણાં ગ્રેજયુએટો ગરીબી રેખાની નજીક હોય છે. સ્‍ટડી લોનનું ઋણ આસમાને જઇ રહયું હોય કોલેજની એક ડીગ્રીનો ખર્ચ આંકડા અને ઘણીવાર છ આંકડામાં પહોંચે છે. બીઝનેસ, એન્‍જીનીયરીંગ, બાયોમેડીકલ અને કોમ્‍પ્‍યુટર સાયન્‍સના મોટા ભાગના લોકો વાર્ષિક ૯૦,૦૦૦ ડોલરથી વધારે કમાય છે જયોર સમાજ વિજ્ઞાન, કોમ્‍યુનિકશેન, શિક્ષણ અને આર્ટસ ભણેલા ૪૦ ટકાની વાર્ષિક આવક ૪૫૦૦૦ ડોલરથી ઓછી છે.

(3:43 pm IST)