Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

દર ૪ માંથી ૧ મહિલા ઓપન રિલેશનશિપમાં રહે છેઃ બ્રિટનમાં સર્વે

આજકાલ લગ્નની બહાર રિલેશનશિપ હોવી કોમન વાત હોય છે

લંડન, તા.૨૫: આજકાલ લગ્નની બહાર રિલેશનશિપ હોવી કોમન વાત હોય છે. આ કામમાં મહિલાઓ પણ પુરૂષો કરતાં પાછળ નથી. તાજેતરમાં જ બ્રિટનમાં થયેલા એક સર્વેમાં મળી આવ્‍યું છે દર ૪ માંથી ૧ મહિલા ઓપન રિલેશનશિપમાં રહે છે. એટલે કે તેના એક કરતાં વધુ પાર્ટનર સાથે સેક્‍સુઅલ રિલેશનશિપમાં રહે છે.‘ધ સન' ના રિપોર્ટ અનુસાર રિલેશનશિપ પર સર્વે ત્‍શ્રશ્રશ્રશણૂશદ્દચ્‍ઁણૂંયઁદ્દફૂશ્વત.ણૂંળ એ કર્યો છે. આ સર્વેમાં ૨ હજાર મહિલા-પુરૂષોએ ભાગ લીધો હતો. સર્વેમાં જાણવા મળ્‍યું છે સેક્‍સુઅલ રિલેશનશિપના મામલે હવે મહિલાઓ પણ બંધાયેલા સંબંધોને ખોવા માંગતી નથી. તે પુરૂષોની માફક હવે એકથી વધુ પાર્ટનર સાથે પોતાના સંબંધોને માણે છે. સર્વેમાં એ પણ સામે આવ્‍યું કે દર ૫ માંથી એક પુરૂષના પણ ઘણા સેક્‍સુઅલ પાર્ટનર છે. સર્વે દાવો કરવામાં આવ્‍યો છે કે મહિલાઓ-પુરૂષોમાં દરેકમા૬ ૫ માંથી ૪ લોકોએ કહ્યું કે એક જ વ્‍યક્‍તિ સાથે જીંદગી વિતાવતી એકદમ કંટાળાજનક છે. એટલા માટે એક કરતાં વધુ પાર્ટનર સાથે સેક્‍સુઅલ રિલેશનશિપ રાખવી યોગ્‍ય છે. તેનાથી જીંદગીમાં નવો રોમાંચ અને કંઇક નવું કરવાની ખુશી મળે છે. રિપોર્ટ અનુસાર સર્વે ભાગ લેનાર મહિલાઓએ જણાવ્‍યું કે તેમાંથી લગભગ ૫૦ ટકા અને ૪૬ ટકા પુરૂષોને એક્‍સ્‍ટ્રા મેરિટલ રિલેશન છે. તે હાલના સાથીની તુલનામાં નવા પાર્ટનર સાથે સંબંધ બનાવતી વખતે વધુ રોમાંચિત અનુભવે છે. તેનાથી તેમને જીંદગીને નવેસરથી સમજવામાં મદદ મળે છે. સાથે જ તે દરેક ખુશીનો અહેસાસ કરે છે. 

(4:38 pm IST)