Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

એગ્રોટેક કૃષિમેળામાં જોડાશે બાલક્રિષ્‍ના ઇન્‍ડ.લીઃ કંપની કરશે કમાન્‍ડીંગ સિરિઝનું લોન્‍ચીંગ

ખાસ ભારતીય જમીનના કૃષિ પ્રદેશ માટે ડિઝાઇન થઇ છે

મુંબઇ, તા.૨૫: બાલક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ. (બીકેટી), ભારતીય મલ્‍ટીનેશનલ જૂથ અને ઓફ-હાઈવે ટાયર માર્કેટમાં વૈશ્વિક પ્‍લેયરએ ૨૪જ્રાક એપ્રિલથી ૨૭જ્રાક એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન યોજાનારા એગ્રોટેક કૃષિ મેળામાં ભાગ લેશે. તેનો હેતુ ખેડૂતોની સાથે ચર્ચા કરવાનો છે અને તેમની જરૂરિયાતને સમજવાનો છે. એગ્રોટેક કૃષિ મેલાએ ખેડૂતોને સમર્થ બનાવવાની સાથોસાથ મુખ્‍ય એગ્રીબિઝનેસ પ્‍લેયર સંલગ્ન સંવાદ માટેના અંતરને દૂર કરવાની સાથે તેઓ ભારતીય કૃષિ ક્ષેત્રના ભવિષ્‍યને મજબુત બનાવવાનો પણ હેતુ છે.

કિશાન એગ્રી શો ખાતે, બીકેટીએ દેશ કી ધરતી સે જુડા- કમાન્‍ડર સિરિઝજ્રાનું એક્‍ઝિબિશન કરશે, જે ખાસ ભારતીય જમીનના કૃષિ પ્રદેશ માટે ડિઝાઈન કરવામાં આવી છે. કમાન્‍ડર સિરિઝમાં એક લાંબા ટાયર જીવન સાયકલ માટે મજબુત ઊંડો ચિલો ચાતરવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે.સ્‍પેશિયલ ડ્‍યુઅલ- એંગલ લગ ડિઝાઈન ફિલ્‍ડમાં તેને યોગ્‍ય ટ્રેક્‍શનમાં મદદ કરશે તથા તેમાં એક ટોચની સેલ્‍ફ-ક્‍લિનિંગ પ્રસ્‍તાવના છે. કમાન્‍ડર સિરિઝ ટાયર્સએ કટ- એન્‍ડ- ચીપ- રેસિસ્‍ટન્‍ટ કમ્‍પાઉન્‍ડના કેસ ધરાવે છે, જે વધુ સારું પંચર રેસિસ્‍ટન્‍સ અને ડ્‍યુરેબિલિટીને પૂરું પાડે છે. કમાન્‍ડર સિરિઝએ માટી ખેડાણ, હોલેજ અને લાણણીની કામગીરી માટે એક સંપૂર્ણ યોગ્‍ય ટાયર છે.

કમાન્‍ડર સિરિઝમાં ઉમેરો કરતા, બીકેટીએ ટ્રેક્‍ટર ટ્રોલી માટે બીકે ૮૨૬દ્ગચ પણ રજૂ કર્યું છે, જે ખાસ ભારતીય ભૂમીની હોલેજ એપ્‍લિકેશન્‍સ માટે ડિઝાઈન કરવામાં આવ્‍યું છે. ૯૦૦.૧૬ ૧૮ પીઆર બીકે ૮૨૬ એ એક બિઆસ ટાયર છે, તેના રેઇનફોર્સ્‍ડ કારકેસને લીધે તે હાઈલી ડ્‍યુરેબને આભારી છે. ટાયર્સના કેસિંગ ખાસ કટ-એન્‍ડ-ચિપ-રેસિસ્‍ટન્‍ટ કમ્‍પાઉન્‍ડથી બનેલા છે, જે વધુ સારા પંચર રેસિસ્‍ટન્‍સ અને ડ્‍યુરેબિલિટી પૂરી પાડે છે.

શ્રી રાજીવ કુમાર- હેડ એગ્રી વેચાણ (સ્‍થાનિક બિઝનેસ) બાલક્રિષ્‍ના ઉદ્યોગ લિ. કહે છે, ‘બીકેટીએ સતત એવા પ્રોડક્‍ટ્‍સ માટે કામ કરે છે, જે ખેડૂત સમુદાય માટે હંમેશા લાભાદાયી છે. અમારું મિશન એક વૈવિધ્‍ય અને સ્‍વિકાર્ય કૃષિ ટાયર પોર્ટિફોલિયોને સ્‍વિકારે છે, જેનો લાભ નોંધપાત્ર રીતે સમગ્ર ક્ષેત્રને મળી રહ્યો છે. એગ્રોટેક કૃષિ મેલામાં ભાગ લેવાથી અમને ખેડૂતો અને કૃષિ બિઝનેસીસ સાથે તેમના સ્‍થાનિક પડકારોને પહોંચવા તથા કૃષિ આધારીત જરૂરિયાતોને સંબોધવામાં મદદ કરવા માટે એક આકર્ષક પ્‍લેટફોર્મ તૈયાર કરવાની અનન્‍ય તક મળી છે.

(4:55 pm IST)