Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

જાલૌરમાં દલિત વર-વધુને મંદિરમાં પ્રવેશ ન આપનાર પૂજારીની ધરપકડ

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે

નવી દિલ્‍હી, તા.૨૫: રાજસ્‍થાનના જાલૌરમાં એક નવવિવાહિત કપલને પૂજારીએ મંદિરમા પ્રવેશ કરવાથી રોકવામાં આવ્‍યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી અને હવે મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પોલીસે કેસ નોંધીને મંદિરનાં પુજારીની ધરપકડ કરી લીધી છે.

ડીએસપીના જણાવ્‍યા પ્રમાણે, શુક્રવારની રાતે માહિતી મળી હતી કે, એક નવવિવાહિત કપલને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામં આવ્‍યા હતા. આ કેસમાં પોલીસે કેસ નોંધીને મંદિરના પુજારીની ધરપકડ કરી લીધી છે.

રાજસ્‍થાનના જાલોર જિલ્લામાં ભાદ્રાજૂનના નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારીએ દલિત વર-કન્‍યાને મંદિરમાં પ્રવેશતા અટકાવ્‍યા હતા અને તેમની સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કેવી રીતે પૂજારી દલિત વર-કન્‍યાને બહારથી જ માથું નમાવવાનું કહી રહ્યા હતા.

જયારે વરરાજા અને તેના પરિવારજનોએ આનો વિરોધ કર્યો ત્‍યારે પૂજારી પક્ષ સાથે દલીલમાં ઉતર્યા હતા. વરરાજાએ આરોપ લગાવ્‍યો છે કે, પૂજારીએ તેમને મંદિરમાં પ્રવેશ કરવા અને પૂજા કરતા અટકાવ્‍યા છે. આ ઘટનાની પીડિત વરરાજાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

એસપી હર્ષવર્ધન અગ્રવાલે એક્‍સન લેતા ભાદ્રાજૂન પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જને SC-ST એક્‍ટ હેઠળ પૂજારી વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્‍યો છે. વરરાજાએ જણાવ્‍યું કે, ૨૧ એપ્રિલના રોજ આહોરના સાઢ઼ણ ગામમાં તેઓ જાન લઈને પહોંચ્‍યા હતા.પરંતુ રાજસ્‍થાની પરંપરા અનુસાર વિદાઈ પહેલા વર-કન્‍યાને મંદિરમાં પૂજા અને નારિયેળ ચઢાવવાનું હતું.

વર-કન્‍યા પરિવાર સહીત નીલકંઠ મહાદેવના મંદિરે પહોંચ્‍યા પરંતુ તેમને અંદર પ્રવેશવા નહોતા દીધા અને તેમને નારિયેળ બહાર ચઢાવવા કહેવામાં આવ્‍યું હતું. જયારે આ બંને પક્ષો વચ્‍ચે દલીલ થઈ રહી હતી ત્‍યારે ત્‍યાં હાજર એક વ્‍યક્‍તિએ તેનો વીડિયો બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી દીધો હતો.

(4:57 pm IST)